ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે ડબ્લ્યુએચઓના આંકડાઓને ખોટા ગણાવ્યા
નવીદિલ્હી,તા.૦૬
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું અનુમાન છે કે છેલ્લા બે વર્ષમાં લગભગ ૧.૫ કરોડ લોકોના કોરોના વાયરસ કે સ્વાસ્થ્ય સિસ્ટમ પર પડેલા તેના પ્રભાવના કારણે જીવ ગુમાવ્યા છે. આ દેશો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા સત્તાવાર આંકડા ૬૦ લાખ મોત કરતા વધુ છે. મોટા ભાગના મોત દક્ષિણ પૂર્વ એશિયા, યુરોપ અને અમેરિકામાં થયા છે. ભારતમાં કોરોના સંકટ દરમિયાન મૃત્યુ પામેલા લોકોના આંકડા વિશ્વ આરોગ્ય સંસ્થાએ જાહેર કર્યા છે.
હવે સ્વાસ્થ્ય મંત્રાલયે ડબ્લ્યૂએચઓએ કોરોનાથી થનારા મોતના આંકડાની ગણતરી કરવા માટે ઉપયોગ કરેલા ગણિતીય મોડલના ઉપયોગનો ખંડન કરતા કહ્યું કે, આ આંકડા વાસ્તવિકતા કરતા અલગ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં જન્મ-મૃત્યુની નોંધણી માટે એક મજબૂત સિસ્ટમ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે વિશ્વ આરોગ્ય સંસ્થાની ડેટા સંગ્રણની સિસ્ટમને સાંખ્યિકીય રૂપથી અસ્વસ્થ અને વૈજ્ઞાનિક રૂપથી શંકાસ્પદ ગણાવી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે, જાન્યુઆરી ૨૦૨૧થી ડિસેમ્બર ૨૦૨૧ વચ્ચે ભારતમાં કોરોનાથી ૪૭ લાખ લોકોના મોત થયા છે. આ આંકડા ભારતના સત્તાવાર આંકડા કરતા ૧૦ ગણા છે અને વિશ્વમાં થયેલા મોતના ત્રીજા ભાગના છે. આ આંકડા પ્રમાણે વિશ્વમાં કોરોનાથી કુલ ૧૫ મિલિયન મોત થયા છે. આ સત્તાવાર આંકડા ૬ મિલિયનથી બમણાથી પણ વધુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, આ સમયગાળા દરમિયાન દેશમાં કોરોનાને લીધે ૫ લાખ ૨૦ હજાર મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે, ભારતે ડબ્લ્યૂએચઓની જે વાત પર સતત સવાલ ઉઠાવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું કે ભારતીય રાજ્યોના સંબંધમાં ડેટા મીડિયા રિપોર્ટ્સ, વેબસાઇટો અને ગણિતીય મોડલ દ્વારા ભેગા કરવામાં આવ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ભારતના મામલામાં વધુ મૃત્યુદરનું અનુમાન લગાવવા માટે ડેટાની સંગ્રહ સિસ્ટમ ખુબ ખરાબ અને વૈશ્વિક રૂપથી શંકાસ્પદ પદ્ધતિ છે. મંત્રાલયે કહ્યું કે, આ મોડલ પર ભારતના વિરોધ છતાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ સંબોધિત કર્યા વગર આ અનુમાન જાહેર કર્યું છે.