ભારતમાં હેટ સ્પીચ, ફેક ન્યુઝ અને હિંસા પ્રેરીત પોસ્ટ સામે ફેસબુક લાચાર
વોશિંગ્ટન, તા.૨૫
ફેક ન્યુઝ કે હેટ સ્પીચ ધરાવતું અમુક કન્ટેન્ટ જાેવામાં આવ્યું હતું. ત્યારબાદ ફેસબુક દ્વારા આપવામાં આવતા પેજ અને ગૃપ સજેશનના આધારે જે-તે પેજમાં લઇ એક વીડિયો જાેવામાં આવ્યો હતો અને દરરોજ એક નવું પેજ એક્સપ્લોર કરવામાં આવ્યું હતું . જેના કારમે હેટસ્પીચ, ફેક ન્યુઝ અને હિંસાનો ઉત્સવ મનાવતી પોસ્ટ અને ગૃપનો રાફડો સંશોધકોને જાેવા મળ્યો હતો.
૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓ બાદ હાથ ધરવામાં આવેલા એક અલગ રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાંથી મળેલા ૪૦ ટકા ટોપ વ્યૂઝ ફેક અથવા ગેરમાન્ય હતા. આ ઉપરાંત ૩૦ ટકા ઇમ્પ્રેશન પણ ગેરમાન્ય હતી. એડવર્સિયલ હામર્ફુલ નેટવર્ક્સ : ઇન્ડિયા કેસ સ્ટડી શીર્ષક ધરાવતા રિપોર્ટમાં સંશોધકોએ ઉલ્લેખ કર્યો છે કે ફેસબુક પર ભ્રામક માહિતી આપનારા એન્ટિ મુસ્લિમ પેજ અને ગૃપ પણ છે, જેમાંથી મોટાભાગના ગૃપ અને પેજ કોરોના મહામારી દરમિયાન જાણકારીમાં આવ્યા હતા. ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલમાં એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે ફેસબુક દ્વારા બજરંગ દળ પર એક વિસ્તૃત રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં આ સંગઠન દ્વારા મુસ્લિમ વિરોધી કથાનકોનો પ્રચાર થઇ રહ્યો હોવાનું તારણ આપવામાં આવ્યું છે.
ભારતમાં હેટસ્પીચ, ફેકન્યુઝ, ખોટી માહિતી અને હિંસાનો ઉત્સવ મનાવતી પોસ્ટને રોકવામાં ફેસબુકને પણ સફળતા મળી ન રહી હોવાનો ઘટસ્ફોટ ફેસબુકના જ એક આંતરિક રિપોર્ટમાં થયો છે. અમેરિકન મીડિયા હાઉસ ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ દ્વારા પ્રકાશિત કરાયેલા અહેવાલમાં ફેસબુકના આંતરિક રિપોર્ટનો હવાલો આપી ુલ્લેખ કરાયો છે કે લોકસભા ચૂંટણીઓ સમયે સત્તાધારી પક્ષ અને વિપક્ષના અગ્રણીઓનો ઉલ્લેખ ધરાવતા અસંખ્ય પેજ ખોટી માહિતી ફેલાવી રહ્યા હતા. ફેબુ્આરી-૨૦૧૯માં ફેસબુકના સંશોધકો દ્વારા કેરળના એક સામાન્ય વ્યક્તિના નામે ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું અને એક સામાન્ય વ્યક્તિની જિજ્ઞાાસા મુજબ તેને ઓપરેટ કરવામાં આવ્યું હતું. આ એકાઉન્ટને શરૂઆતના ત્રણ અઠવાડિયા એક નિયમાનુસાર ઓપરેટ કરવામાં આવ્યું હતું.