Safeer News

Breaking News from Ahmedabad

દેશ

આઈટી વિભાગે મથુરાના રીક્ષા ડ્રાઇવરને રૂ. ૩.૪૭ કરોડની ટેક્સ નોટીસ ફટકારી

મથુરા,
આવકવેરા અને જીએસટીની વચ્ચે થયેલા એમઓયુને કારણે બંને વિભાગ એક બીજાના ડેટા શેર કરે છે. આ ડેટા શેરિંગ દરમિયાન આવકવેરાના ઇન્સાઇટ સોફ્ટવેરને આ કેસ શંકાસ્પદ લાગ્યો હતો કારણકે તેમાં વધારે રકમનું ટર્નઓવર છતાં રિટર્ન ભરવામાં આવતું ન હતું. ફેબુ્આરી, ૨૦૨૦માં પાનકાર્ડ ધારકને નોટિસ મોકલવામાં આવતી હતી. જે રીક્ષા ચાલક સુધી પહોંચતી જ ન હતી. પાનધારક સામે ન આવતા આવકવેરા વિભાગે સ્ક્રૂટની શરૂ કરી હતી. ૪૩.૪૪ કરોડ રૂપિયાના ટર્નઓવરને આધાર ગણી આઠ ટકા નફા ગણી સરચાર્જ, ટેક્સ, પેનલ્ટી સહિત અન્ય તમામ વસ્તુઓ જાેડી ટેક્સની રકમ ૩.૪૭ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી.

એક વ્યકિત કે જે રીક્ષા ચલાવીને પોતાનું જીવન ગુજારે છે તેને ૩.૪૭ કરોડ રૂપિયાનો ટેક્સ ભરવાનો થાય. સ્વયં રીક્ષા ચાલક પ્રતાપ સિંહને પણ આવકવેરાની નોટીસ જાેઇને વિશ્વાસ થયો ન હતો. રીક્ષા ડ્રાઇવરને મળ્યા પછી આવકવેરા અધિકારીઓને પણ શંકા ગઇ હતી. બેંકમાં ખાતું ખોલવા માગતા પ્રતાપ સિંહે લગભગ પોતાના ઘરની પાસે આવેલા જન સુવિધા કેન્દ્ર જઇને પાન માટે અરજી કરી હતી. કેન્દ્ર સંચાલકે જણાવ્યું હતું કે એક મહિનામાં તેનું પાનકાપર્ડ આવી જશે. જાે કે તેનું પાનકાર્ડ આવ્યું ન હતું. રેકોર્ડ ચેક કરતા જાણવા મળ્યું હતું કે કુરિયર કંપનીએ આ કાર્ડ સંજય સિંગ નામના વ્યકિતને આપી દીધું હતું. તે એક સાયબર કેફે સંચાલક હતો. જાે કે નિયમ અનુસાર કુરિયર કંપનીને પાન કાર્ડ સ્વયં ધારકને અથવા તેના સરનામે ડિલિવર કરવાનું હોય છે. રીક્ષા ચાલકે ધક્કા ખાધા તો તેને પાન કાર્ડની કલર પ્રિન્ટ આપી દેવામાં આવી હતી. રીક્ષા ચાલકને એ વાતની ખબર ન હતી કે તેના નામે કરોડો રૂપિયાનો વ્યવસાય થઇ રહ્યો છે. જે લોકો પાસે રીક્ષા ચાલકનું ઓરિજિનલ પાન કાર્ડ આવી ગયું હતું તેમણે પ્રતાપ સિહના નામથી જીએસટી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમણે ૨૦૧૮-૧૯માં એક જ વર્ષમાં ૪૩.૪૪ કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યુ હતું.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *