સુરતના અમરોલી વિસ્તારમાં રસ્તા પર પડેલા ખાડાનો સ્થાનિકો દ્વારા અનોખી રીતે વિરોધ કરાયો હતો,
ચારભુજા શોપિંગ સેન્ટરની સામે ભુવો પડતા ભૂવાની અંદર પથ્થર નાખી ભાજપનો ધ્વજ ઊંધો ફરકાવી વિરોધ કરાયો
જે જગ્યા પર નાનો ભુવો પડ્યો છે તે રસ્તો બે વખત નવો બનાવવામાં આવ્યો છે
સુરત શહેરમાં આવેલ અમરોલી ચારભુજા શોપિંગ નજીક ખાડો પડતા સ્થાનિક લોકોએ પોતે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો અને જેમાં ભાજપનો ઝંડો ઊંધો લટકાવી પાલિકા અધિકારી અને શાસકો સામે અનોખો વિરોધ નોંધાવામાં આવ્યો હતો..
સુરત શહેરમાં વરસાદ બાદ અનેક વિસ્તારોમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળ્યા હતા અને ત્યારબાદ પાલિકા કમિશનરની સૂચના મુજબ તૂટેલા રસ્તાઓ રીપેરીંગ કરવામાં આવ્યા હતા જોકે ફરી વરસાદ આવતા રસ્તાઓનું ધોવાણ થયું હતું ત્યારે વારંવાર રસ્તાઓમાં ખાડા પડવા રસ્તાઓમાં ભુવા પડવા અને રસ્તાઓની હાલત બિસ્માર થતી જોતા લોકોમાં પાલિકાની કામગીરી સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.
સુરતમાં અમરોલી ચારભુજા શોપિંગ સામે મસમોટો ખાડો પડતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને સ્થાનિકોએ ભાજપનો ઝંડો ઊંધો લગાવીને રોષ વ્યકત કર્યો હતો. વારંવાર ખાડાઓ પડતા સ્થાનિક લોકોમાં ભાજપ શાસકો અને પાલિકા અધિકારીઓ સામે રોષની લાગણી જોવા મળી હતી.