બુલેટ ટ્રેન પહેલા ઝડપી મુસાફરી માટે અમદાવાદ-મુંબઈ વચ્ચે સ્વદેશી ટ્રેન દોડાવાશે, સુવિધા સભર ટ્રેનની આ છે વિશેષતા
અમદાવાદથી સવારે 7.25 વાગે ઉપડી બપોરે 1.30 વાગે મુંબઈ પહોંચશે.
બુલેટ ટ્રેન દોડાવવાની કામગિરી અત્યારે ચાલી રહી છે ત્યારે એ પહેલા જ અમદાવાદથી મુંબઈની વચ્ચે સ્વદેશી ટ્રેન દોડાવવાનો પ્લાનિંગ ચાલી રહ્યો છે. 6 કલાકની અંદર આ ટ્રેન તમને અમદાવાદથી મુંબઈ ભેગા કરી દેશે. રેલવેએ સ્વદેશી ટેકનોલોજી દ્વારા નિર્મિત વંદે ભારત સેમી હાઈસ્પીડ ટ્રેન દોડાવવાનું નક્કી કર્યું છે. વંદે ભારત એક્સપ્રેક્સ એક જ સપ્તાહમાં 6 દિવસ આ રુટ પર દોડશે. જે અમદાવાદથી સવારે 7.25 વાગે ઉપડી બપોરે 1.30 વાગે મુંબઈ પહોંચશે. જ્યારે આ ટ્રેન મુંબઈથી બપોરે 2.40 વાગે નિકળી રાત્રે 11.05 કલાકે અમદાવાદ પહોંચશે. ખાસ કરીને અત્યારે તેજસ ટ્રેન પણ આ રીતે દોડી રહી છે. જે ઓછા સમયમાં અમદાવાદથી મુંબઈ લોકોને પહોંચાડી રહી છે. જેથી આ સુવિધાઓમાં નવો વધારો નોંધાશે.
આઝાદીના 75 વર્ષની ઉજવણી ચાલી રહી છે ત્યારે આ ઉજવણી નિમિત્તે 2023 સુધીમાં આ પ્રકારે 75 વંદે ભારત એક્સપ્રેક્સ દોડાવવાનું આયોજન છે. ખાસ કરીને રેલવેએ સેમી હાઈસ્પીડ ટ્રેન દોડાવવાની પ્રક્રીયા શરુ કરી છે. જેમાં અમદાવાદથી મુંબઈ સફર કરવું લોકો માટે સરળ બનશે. ખાસ કરીને અમદાવાદ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવશે જેમાં અમદાવાદ ઉપરાંત વારાણસીથી દિલ્હી ખાતે પણ આ ટ્રેન દોડાવવામાં આવશે.
– વંદે ભારત ટ્રેનની આ રહેશે વિશેષતાઓ
500 કિમીનું અંતર 6.30 કલાકમાં પૂર્ણ કરે છે.
મહત્તમ સ્પીડ ટ્રેનની 160થી 180 કિમી રહેશે. ટ્રેનમાં 1128 પેસન્જરો મુસાફરી કરી શકશે.
જીપીએસ આધારીત પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ રહેશે.
સીસીટીવી કેમેરા, ઓટોમેટીક સ્લાઈડીંગ ડોર.
વેક્યુમ આધારીત બાયો યોટલેટ્સની સુવિધા રહેશે.
ખાસ કરીને આગામી સમયમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે પણ બુલેટ ટ્રેન દોડાવવાની કામગિરી ચાલી રહી છે. જેમાં ગણતરીના કલાકોમાં જ બુલેટ ટ્રેનમાં બેસીને મુંબઈ સહીતના શહેરોમાં સફર કરી શકાશે. ત્યારે એ પહેલા આ ટ્રેન પણ અનેક પ્રકારની સુવિધાસભર છે જે ઓછા સમયમાં મુંબઈ સુધી પહોંચાડશે.