ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આ મામલે કહ્યું કે, રાજ્ય અને કેન્દ્રની સરકારે ગુજરાતની અસ્મિતા ગૌરવને કાયમ માટે ખંડીત કર્યું છે.
જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, આ મામલે આરોપીઓને છોડવા એ કલંકીત ઘટના છે.
બિલકીસ બાનું કેસ મામલે કોંગ્રેસના ગુજરાત અને કેન્દ્રના નેતાઓએ આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે. કેન્દ્રની સહમતી વિના આરોપીઓને છુટ્ટો દોર ના અપાય તે પ્રકારના આરોપો પણ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા પવન ખેરાએ લવગાવ્યા હતા. આ ઉપરાંત જિજ્ઞેશ મેવાણીએ પણ કહ્યું કે, આ મામલે આરોપીઓને છોડવા એ કલંકીત ઘટના છે. પવન ખેરાએ વઘુમાં કહ્યું કે, નિર્ભયાના કેસ મામલે આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે છે જ્યારે બિલકીસના આરોપીઓને કેવી રીતે ગુજરાત બરદાશ કરશે, વૈષ્ણવ જન અમે બધા છીએ. આ સહન ના કરી શકાય. બિલકીસ બાનુંના કેસમાં આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તેમ તેમણે કહ્યું હતું.
ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આ મામલે કહ્યું કે, રાજ્ય અને કેન્દ્રની સરકારે ગુજરાતની અસ્તિતા ગૌરવને કાયમ માટે ખંડીત કર્યું છે. કોંગ્રેસ નેતા પવન ખેરા
અને મેવાણી સહીતના કોંગ્રેસના નેતાઓ દ્વારા આ પ્રકારે આકરા પ્રહારો કરાયા હતા.
ઉલ્લેખનીય છે કે, 2002માં ગુજરાત રમખાણો દરમ્યાન બિલકિસ બાનું સાથે સામૂહિક બળાત્કાર સહીતના કેસ મામલે આજીવન કેદની સજા ભોગવતાં 11 જેટલા દોષિતોને ગુજરાત સરકાર દ્વારા માફી યોજના હેઠળ 15 ઓગસ્ટનાં દિવસે ગોધરા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. જેથી ત્યારથી આ મામલે કોંગ્રેસના નેતાઓ દ્વારા વિરોધમાં નિવેદનો કરવામાં આવી રહ્યા છે.