અમદાવાદ,
AIMIM ઉત્તર ગુજરાત અભિયાનને બનાસકાંઠા જિલ્લાના દાંતામાં જોરદાર સફળતા મળી છે. AIMIMના આ અભિયાનમાં ગરમીના બફારા અને ઘણા બધા દબાણ છતાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

AIMIMના આ અભિયાનને સફળ બનાવવા ગુજરાતના નિરીક્ષક એડવોકેટ શમશાદખાન પઠાણની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહ અને હિમ્મત સાથે મજલીસમાં જોડાયા હતા અને ખાદીમ એ મજલીસ બાબાખાન બાબીએ દાંતાવાસીઓની હિમ્મતને બિરદાવી હતી.