બંગાળની ખાડીનું લો પ્રેશર મધ્યપ્રદેશ વિસ્તારમાં પહોંચ્યું હોવાથી આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
ઉત્તર ગુજરાત, મધ્યગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં આખો ઓગષ્ટ મહિનો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધી વરસાદી માહોલ ઓગષ્ટ મહિનામાં જોવા મળ્યો છે ત્યારે ફરી ગુજરાતને વરસાદ ઘમરોળશે.
બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા આગામી ત્રણ દિવસ સુધી વરસાદ જોવા મળી શકે છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં વિવિધ કેટલાક જિલ્લાઓમાં 100 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. ત્યારે આજથી ત્રણ દિવસ વરસાદની આગાહી કરાઈ છે.
ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્યગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત પર્ટીક્યુલર વિસ્તારની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણમાં અતિભારે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા વિસ્તારમાં ખેતરોમાં હજૂ પણ પાણી ભરાયા છે. ત્યારે વધુ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડ, નવસારી, સુરતમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને બંગાળની ખાડીનું લો પ્રેશર મધ્યપ્રદેશ વિસ્તારમાં પહોંચ્યું હોવાથી આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને અમદાવાદમાં આવતી કાલથી ત્રણ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.