11 તારીખના રોજ નર્મદા, ડાંગ, તાપીમાં વરસાદ પડશે. આ ઉપરાંત વલસાડ, અમરેલી, ગીર, સોમનાથ સહીતના વિસ્તારોમાં પણ વરસાદ પડશે
રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળશે. ચોમાસામાં આ વખતે 100 ટકા વરસાદને લઈને આગાહી કરાઈ હતી ત્યારે વિવિધ વિસ્તારોમાં 100 ટકા વરસાદ પડી ચૂક્યો છે. ત્યારે હજૂ પણ ચોમાસુ સક્રીય છે. આગામી ત્રણ દિવસ વરસાદી માહોલ જોવા મળશે. આગામી 3 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે.
બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા વરસાદની સિસ્ટમ ફરીથી સક્રીય બનશે. 10મી તારીખના રોજ ડાંગ, વલસાડ, દમણમાં વરસાદ પડશે. 11 તારીખના રોજ નર્મદા, ડાંગ, તાપીમાં વરસાદ પડશે. આ ઉપરાંત વલસાડ, અમરેલી, ગીર, સોમનાથ સહીતના વિસ્તારોમાં પણ વરસાદ પડશે. આગામી દિવસોમાં વરસાદી માહોલ ફરીથી જોવા મળશે. ખાસ કરીને ગુજરાતના વિવિધ વિસ્તારો જેમ કે, દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે.
ગુજરાતમાં સિઝનનો સારો એવો વરસાદ પડ્યો છે ત્યારે વાવેતર પણ સારું એવું થઈ રહ્યું છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. અત્યારે વરસાદનો માહોલ છે ત્યારે નર્મદા સહીતના ડેમના દરવાજા પણ અવાર નવાર ખોલવામાં આવી રહ્યા છે. ગુજરાતના મોટાભાગના તમામ જળાશયો પાણીથી છલકાઈ રહ્યા છે.