વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમો શહેરના વિવિધ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન દારૂની હેરફેર કરવામાં આવતી હોવાની બાતમી મળતા ટીમ એલર્ટ થઇ ગઇ હતી.
બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે નેશનલ હાઇવે, તરસાલી ચોકડી પાસે સિદ્ધેશ્વર હીલ એપાર્ટમેન્ટ પાસે જઇ તપાસ કરતા આઇશર ટેમ્પો મળી આવ્યો હતો.
વડોદરા,
પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેરમાં પેટ્રોલિંગ કરી રહી હતી દરમિયાન તરસાલી નજીક વિદેશી શરાબની હેરાફેરી થતી હોવાની બાતમી મળતાંની સાથે જ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં એક આઇસર ટેમ્પો બિનવારસી હાલતમાં જણાઈ આવ્યો હતો.
પોલીસની તપાસમાં આઇસર ટેમ્પામાં કોઇ ચાલક મળી આવ્યો ન હતો. ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ ટેમ્પામાં લગાડેલી તાડપત્રી ખોલતા તેમાં રબરની સીટો મળી આવી હતી. આ અંગે વધુ ઉંડાણ પુર્વક તપાસ કરતા તેમાંથી દારૂની બોટલો મળી આવી હતી. જેમાં વિદેશી દારૂની નાની મોટી મળીને 2208 નંગ બોટલો મળી હતી. જેની કિંમત રૂ. 5.08 લાખ થવા પામે છે. જે બાદ ટેમ્પામાં અન્યત્રે તપાસ કરતા બિલ્ટીઓ, ફાસ્ટ ટેગની સ્લિપ, ગાડીના પેપર સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. સમગ્ર કાર્યવાહીમાં પોલીસે રૂ. 6.88 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ સમગ્ર કાર્યવાહીમાં કોઇની ધરપકડ થઇ શકી નથી. પોલીસે ટેમ્પાના રજીસ્ટ્રેશન નંબરના આધારે તેના માલિક તથા દારૂ મોકલનાર અને દારૂ મંગાવનારની શોધખોળ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.