ભોપાલ,
પેટ્રોલ, ડીઝલ અને એલપીજી બાદ હવે મંત્રી સાથે સેલ્ફી લેવી પણ મોંઘી થઈ ગઈ છે. અમે આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે મધ્યપ્રદેશમાં પણ આવું જ કંઈક થયું છે. પહેલેથી જ અહીંના લોકો મોંઘવારીથી પરેશાન છે, બીજી તરફ હવે મંત્રી સાથે સેલ્ફી લેવા પણ પૈસા ચૂકવવા પડશે. હકીકતમાં, મધ્યપ્રદેશના સંસ્કૃતિ પ્રધાન ઉષા ઠાકુરે જાહેરાત કરી છે કે તેમની સાથે સેલ્ફી લેવા પર હવે ૧૦૦ રૂપિયા ચાર્જ થશે.
તાજેતરમાં મંત્રી ઉષા ઠાકુરે કહ્યું હતું કે ‘સેલ્ફીમાં સમય ખૂબ ખરાબ થાય છે, કેટલીક વખત આપણે સેલ્ફીના કારણે મોડા પડીએ છીએ. આને સંગઠનાત્મક દૃષ્ટિકોણથી ધ્યાનમાં લેવામાં આવ્યું છે. અમારી પાસે અહીં મંડળ એક્ઝિક્યુટિવ છે, જેમાં મંડળ દ્વારા લેવામાં આવેલી સેલ્ફીની સંખ્યા, તે ટ્રેઝરી પ્રમુખ પાસે ૧૦૦ રૂપિયા ફી જમા કરશે. જેથી તે રકમનો ઉપયોગ સંગઠન માટે જ કરવામાં આવશે.
તેમણે આ બધી વાતો ખંડવા પ્રવાસ દરમિયાન કરી હતી. ભાજપના કાર્યકરોના એક કાર્યક્રમમાં આ નિવેદન આપનારા ઉષા ઠાકુરે સાથે સાથે કહ્યુ હતુ કે, બૂકેની જગ્યાએ પુસ્તક આપીને સન્માન કરો. એવુ પુસ્તક કે જે કોઈના કામમાં આવી શકે. મંત્રીએ નવા નિયમો તો જાહેર કર્યા છે પણ પાર્ટીના જ કાર્યકરો તેના પર કેટલો અમલ કરે છે તે જાેવાનુ રહે છે.