અમિત પંડ્યા
LPG બાદ હવે પેટ્રોલ-ડીઝલ થશે સસ્તું..??? કિંમત 3થી 5 રૂપિયા સુધી ઘટાડી શકાય છે
2024ની લોકસભાની ચૂંટણી પૂર્વે પેટ્રોલીયમ પેદાશોના ભાવ ઘટાડવા માટે સરકાર તે અંગે પેટ્રોલીયમ કંપનીઓને કરી શકે છે ટકોર અને તેની સાથે એક્સાઇસ ડ્યુટી અને રાજ્ય સરકાર દ્વારા વેટમાં ઘટાડો કરવામાં આવી શકે છે. જેથી કરી પેટ્રોલીયમ પેદાશોના ભાવ ઓછા થાય અને જનતાને મોંઘવારીથી રાહત મળી શકે છે.
ઉલ્લેખનીય વાત એ છે કે, છેલ્લા 18 માસથી પેટ્રોલીયમ પેદાશોના ભાવ સ્થિર છે તેમાં કોઈ પણ પ્રકારની રાહત મળી ન હતી પરંતુ 9 માસ બાદ લોકસભાની ચૂંટણી આવતી હોય સરકાર દ્વારા રાહત મળી શકે છે.
એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો થશે
બ્રોકરેજ પેઢીના જણાવ્યા અનુસાર જે જનતાને રાહત આપવામાં આવી હતી. તેથી એક્સાઇઝ ડ્યુટી અથવા વેટમાં ઘટાડો થશે. જો કે, સરકાર માટે આ નિર્ણય એટલો સરળ નથી. રશિયા અને સાઉદી અરેબિયા વર્ષના અંત સુધી તેલ ઉત્પાદનમાં ઘટાડો કરવાનું ચાલુ રાખશે. આ કારણથી ક્રૂડ ઓઈલ 10 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે.
એલપીજી સિલિન્ડર સસ્તું થશે
ગયા અઠવાડિયે સરકારે 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે રિટેલ મોંઘવારી દરમાં તીવ્ર વધારો થયો છે. આ નિર્ણય બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે, કેન્દ્ર સરકાર હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરશે.
સાઉદી અને રશિયા કેટલું કાપી રહ્યા છે?
સાઉદી અરેબિયા હાલમાં 1 મિલિયન બેરલ પ્રતિ દિવસ અને રશિયા 300,000 બેરલ પ્રતિ દિવસ કાપ કરી રહ્યું છે. આ નિર્ણયને ડિસેમ્બર 2023 સુધી લંબાવવામાં આવ્યો હતો. આ તેલ ઉત્પાદક દેશોના આ નિર્ણયને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવાની આશંકા છે.