ઓડદર ગામે બનેલી ઘટના, પાડોશી શખ્સે જ આચર્યું દુષ્કર્મ
બનાવની વિગતો અનુસાર ઓડદર ગામે વણકરવાસ ખાતે રહેતી એક વણકર પરિણીતાના લગ્ન આજથી ૧૮ વર્ષ પહેલાં થયા હતા. આ પરિણીતાને સંતાનમાં બે પુત્રીઓ છે. વણકરવાસમાં બાજુમાં જ રહેતા જીતુ સોમા સાદિયા (રહે. ઓડદર)ના પરિવાર સાથે પરિણીતા તથા તેના પરિવારને સારો સંબંધ બંધાયો હતો. દરમિયાનમાં આજથી પાંચ મહિના પહેલાં જીતુ સાદિયાએ પરિણીતાની ૧૭ વર્ષીય પુત્રીનો એક વીડિયો પોતાની પાસે હોવાનું તથા તેને વાઈરલ કરી દેવાની ધમકી આપી અભદ્ર માગણી કરી હતી.
પોરબંદરના ઓડદર ગામે રહેતી એક વણકર પરિણીતા પર તેની પુત્રીનો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને પાડોશમાં જ રહેતા એક શખ્સે અવાર-નવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ફરિયાદના પગલે પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતો અનુસાર ઓડદર ગામે વણકરવાસ ખાતે રહેતી એક વણકર પરિણીતાના લગ્ન આજથી ૧૮ વર્ષ પહેલાં થયા હતા. આ પરિણીતાને સંતાનમાં બે પુત્રીઓ છે. વણકરવાસમાં બાજુમાં જ રહેતા જીતુ સોમા સાદિયા (રહે. ઓડદર)ના પરિવાર સાથે પરિણીતા તથા તેના પરિવારને સારો સંબંધ બંધાયો હતો. દરમિયાનમાં આજથી પાંચ મહિના પહેલાં જીતુ સાદિયાએ પરિણીતાની ૧૭ વર્ષીય પુત્રીનો એક વીડિયો પોતાની પાસે હોવાનું તથા તેને વાઈરલ કરી દેવાની ધમકી આપી અભદ્ર માગણી કરી હતી.
પોલીસ ફરિયાદમાં જણાવાયા મુજબ જીતુ સાદિયાએ આ રીતે પરિણીતાને બ્લેક મેઈલ કરીને ૧-૪-૨૨થી લઈને ૩૦-૫-૨૨ સુધીના બે મહિનાના સમયગાળામાં તેની ઉપર અવાર-નવાર બળાત્કાર કર્યો હતો. વારંવારના આવા બ્લેક મેઈલથી કંટાળીને પરિણીતાએ આખરે ગઈકાલે રાત્રીના હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં જીતુ સાદિયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી આરોપી જીતુ સાદિયાને ઝડપી લેવા કાર્યવાહી આગળ ધપાવી છે.