Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

સ્વાતંત્ર પર્વ નિમિત્તે મંત્રી અરવિંદ રૈયાણીએ કેશોદ ખાતે કાર્યક્રમમાં ભાંગરો વાટતા રાજકારણ ગરમાયુ

સ્વાતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે જુનાગઢ જિલ્લાના કેશોદમાં રાજ્ય સરકારના મંત્રી અરવિંદ રૈયાણીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અરવિંદ રૈયાણીએ 1947માં દેશ આઝાદ થયો હોય તેને બદલે 1997માં આઝાદ થયાનું બોલતા સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા

આઝાદીના 75માં સ્વાતંત્ર પર્વની સમગ્ર દેશમાં ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે જુનાગઢ જિલ્લાનો સ્વતંત્રતા પર્વનો કાર્યક્રમ કેશોદ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના પ્રવાસન મંત્રી અરવિંદ રૈયાણીના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમના ઉદબોધન દરમિયાન અરવિંદ રૈયાણીએ ભાંગરો વાટતા હાજર સૌ કોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અરવિંદ રૈયાણી પોતાના ઉદબોધનમાં જોઈ જોઈને ભાષણ કરતા હતા તેવામાં 15 ઓગસ્ટ 1947ના દિવસે દેશ આઝાદ થયો તેના બદલે 15 ઓગસ્ટ 1997 બોલતા સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા. આમ ખુદ રાજ્ય સરકારના મંત્રીને દેશ ક્યારે આઝાદ થયો તે અંગેનું પૂરું જ્ઞાન ન હોય અથવા ભાંગરો વાટત હોય તેવી ઘટના બનતા સમગ્ર રાજ્યમાં ભારે રાજકારણ ગરમાયું છે અને ચર્ચાનો મુદ્દો બન્યો છે.

સ્વાતંત્ર પર્વ નિમિત્તે કેશોદના કાર્યક્રમમાં રાજ્ય સરકારના પ્રવાસન મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી અરવિંદ રૈયાણીએ ભાંગરો વાટતા સમગ્ર રાજ્યમાં ભારે ટીકા થઈ રહી છે. ખુદ રાજ્ય સરકારના મંત્રી જોઈ જોઈને બોલતા હોવા છતાં 1947ને બદલે 1997 બોલતા લોકોમાં ભારે રમુજ પણ ફેલાઈ હતી.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *