‘પિતાએ જે પહેલી મહિલા સાથે લગ્ન કર્યા હતા તેમણે તે મહિલાને તલાક આપી દીધા હતા. મારી માતા મારા પિતાની બીજી પત્ની છે અને અમે કુલ ૭ ભાઈ બહેન છીએ.’
છેલ્લા ઘણા સમયથી પિતા ઘરનો ખર્ચ પણ આપતા નથી અને હવે ચૂપચાપ પાંચમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.
ઉત્તરપ્રદેશના સીતાપુરમાં ૭ બાળકોના પિતા પાંચમા લગ્ન કરવાની તૈયારી કરી રહ્યા હતા. તે દરમિયાન તમામ બાળકોએ લગ્નસ્થળે પહોંચીને હંગામો શરૂ કરી દીધો હતો. તમામ બાળકોએ ચૂપચાપ લગ્ન કરી રહેલ પોતાના પિતાની લગ્નસ્થળે જ પીટાઈ કરવાની શરૂ કરી દીધી હતી. પિતા અને બાળકો વચ્ચે હંગામો થતા દુલ્હન લગ્ન સ્થળેથી ફરાર થઈ ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બંને પક્ષોની પૂછપરછ શરૂ કરી હતી. પોલીસ જણાવે છે કે, જાે આ મામલે ફરિયાદ કરવામાં આવશે તો કેસ દાખલ કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ આ બંને પક્ષો વચ્ચે વાતચીત કરાવી રહી છે.
દેહાત કોતવાલીના સરદાર કોલોની વિસ્તારમાંથી આ ઘટના સામે આવી છે. ૪૫ વર્ષીય શફી અહમદ પોતાના પાંચમાં લગ્નની તૈયારીમાં મશગુલ હતો. પ્રાપ્ત થયેલ જાણકારી અનુસાર શફી અહમદ ચૂપચાપ લગ્ન કરવા જઈ રહ્યો હતો. તે દરમિયાન તેના સાત બાળકોને આ વાતની ખબર પડી ગઈ હતી. બાળકો પોતાની માતા સાથે લગ્નસ્થળે પહોંચી ગયા હતા અને હંગામો શરૂ કરી દીધો. જે યુવતી સાથે લગ્ન થઈ રહ્યા હતા તે યુવતીના સંબંધીઓએ પત્ની અને બાળકોનો વિરોધ કરતા બંને પક્ષ વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તમામ લોકોને શાંત કર્યા હતા. આરોપીના બાળકો જણાવે છે કે, ‘પિતાએ જે પહેલી મહિલા સાથે લગ્ન કર્યા હતા તેમણે તે મહિલાને તલાક આપી દીધા હતા. મારી માતા મારા પિતાની બીજી પત્ની છે અને અમે કુલ ૭ ભાઈ બહેન છીએ.’ બાળકોએ આરોપ મુક્યો છે કે, ‘પિતાએ ચૂપચાપ ત્રીજા અને ચોથા લગ્ન કરી લીધા હતા. છેલ્લા ઘણા સમયથી પિતા ઘરનો ખર્ચ પણ આપતા નથી અને હવે ચૂપચાપ પાંચમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. અમને જ્યારે તેમના પાંચમાં લગ્નની ખબર પડી તો અમે યુવતીના ઘરે જતા રહ્યા અને આ લગ્નનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ અમારી યુવતીના પરિવારજનો સાથે મારપીટ થઇ હતી.’ બાળકોએ તમામ માહિતી આપતા કોતવાલી દેહાત પોલીસે બંને પક્ષોને વાતચીત કરવા માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા છે.