અમદાવાદ,
માણસ પોતાનો શોખ પૂરો કરવા પશુ-પક્ષીઓને પાળે છે. માણસના આ શોખને પગલે પક્ષીઓ પાંજરે પુરાય છે તથા પશુઓના ગળે પટ્ટા બંધાય છે. આ સૃષ્ટિમાં નાનાથી માંડીને મોટામાં મોટા પશુ કે પક્ષીને પોતાની આજાદી-મુક્તિ વહાલી હોય છે. ખાસ કરીને પક્ષીઓ આકાશમાં ઊડવાનું એક અદભૂત આનંદ માણતા હોય છે. વૃક્ષો પર માળા બનાવી પ્રજનન કરવું એ એની મુક્ત અવસ્થાની અનિવાર્ય ખાસિયત છે. આવા પક્ષીઓની વ્યથા સમજી તેઓને પાંજરામાંથી મુક્ત કરાવવાનું અભિયાન અમદાવાદનાં “હમરાહી ફાઉન્ડેશન” અને “ઇન્સાનિયત સ્વૈચ્છિક સામાજિક સંસ્થા” દ્વારા હાથ ધરાયું હતું. તાજેતરમાં “હમરાહી ફાઉન્ડેશન”ના રાહી રાઠોરના પુત્રી કશીશ રાઠોરના જન્મ દિવસે પાંજરામાં કેદ પક્ષીઓને મુક્ત કરવાનું પ્રોગ્રામ રાખ્યું હતું અને અનોખી રીતે જનમ દિવસની ઉજવણી કરી હતી અને એક પ્રસંશનીય પહેલ કરી હતી.
આ પ્રોગ્રામમાં રાહી રાઠોર, કશિશ રાઠોર, સુધીર બુંદેલા, રાજવી બુંદેલા, રિઝવાન આંબલીયા, નજીર મન્સૂરી, તથા અજહર શેખ ઉપસ્થિત રહ્યા હતા.