(અમિત પંડ્યા)
અમદાવાદ,તા.૨૪
અમદાવાદ પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ ગોલ્ડ કોસ્ટ રેસીડેન્સીની મહિલાઓ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં સવાલાખ પાર્થિવ શિવલિંગ બનાવીને તેનું વિધિ વિધાન મુજબ વૈદિક મંત્રોચાર કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી.
હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને બાર મહિનાનો અતિ પવિત્ર માસ માનવામાં આવે છે અને આ પવિત્ર શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના કરવાનો અનેરો મહિમા છે. આ માસ દરમિયાન હિન્દુ ધર્મમાં મોટા ભાગના પવિત્ર તહેવારો આવે છે તેમાં પણ દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના કરવાનો મહિમા હોવા થી આ સોસાયટીની મહિલાઓને દેવાધિદેવ મહાદેવને રિઝવવા એક સુંદર વિચાર આવ્યો કે, આપણે તમામ મહિલાઓ ભેગા મળી આ પવિત્ર શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવના સવાલાખ પાર્થિવ શિવલિંગ બનાવીને તેની પૂજા કરવામાં આવે. સોસાયટીની મહિલાઓ આ કાર્યને રાત-દિવસ એક કરીને સવાલાખ પાર્થિવ શિવલિંગ બનાવીને અદભુત આયોજનને સાકાર કરી મહિલા શક્તિને સાકાર કરવામાં આવી.
સોસાયટીની તમામ મહિલાઓ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં સવાલાખ પાર્થિવ શિવલિંગ પર બીલીપત્ર ગુલાલ ચંદન પુષ્પ અર્પણ કરવામાં આવી
આ પ્રસંગે સોસાયટીના તમામ બાળકો વડીલો અને તમામ સભ્યો હાજર રહી મહિલાઓ દ્વારા આયોજિત પવિત્ર શ્રાવણ માસમાં સવાલાખ પાર્થિવ શિવલિંગ બનાવીને તેનું વિધિ વિધાન મુજબ વૈદિક મંત્રોચાર કરી પૂજા અર્ચના આરતી કરવામાં આવી તે સમયે હાજર રહી આ પાર્થિવ શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગે આસપાસની સોસાયટીના ધર્મ પ્રેમી લોકોએ પણ મોટી સંખ્યામાં પવિત્ર શ્રાવણ માસમાં સવાલાખ પાર્થિવ શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વિધિ વિધાન મુજબ વૈદિક મંત્રોચાર કરી પૂજા અર્ચના કરી આ પાર્થિવ શિવલિંગને અમદાવાદ ખાતે આવેલ સાબરમતી નદીમાં પધરાવી આપણો ભારત દેશ સતત પ્રગતિ પંથે આગળ વધે તેવી દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના કરવામાં આવી હતી.