Safeer News

Breaking News from Ahmedabad

સૂફીવાદ

ન્યાયપ્રીય બાદશાહ સુલ્તાન અહમદશાહ બાદશાહ (ર.અ)

(અબરાર અહમદ અલ્વી)

અહમદશાહ બાદશાહ મુઝફ્ફર વંશનાં સુલતાન હતાં. તેમણે ઈ.સ.૧૪૧૧થી તેમના મૃત્યુ સુધી એટલે કે ઈ.સ. ૧૪૪૨ સુધી રાજ કર્યુ. તેઓ અમદાવાદના અહમદશાહ બાદશાહ તરીકે જાણીતાં છે. તેમણે ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ સાબરમતી નદીના કિનારે અમદાવાદ શહેરની સ્થાપના કરી. અહેમદશાહ બાદશાહનાં નામ પરથી અહમદાબાદ નામ પડ્યું છે. અહમદશાહનો જન્મ મોહમ્મદશાહ પ્રથમ ઉર્ફ તાતારખાનને ત્યાં થયો હતો. તાતારખાન મુહમ્મદશાહનો મઝાર નહરવાલ પાટણમાં છે.

સુલ્તાન અહમદશાહ બાદશાહનો જન્મ ઇ.સ 1391માં દિલ્હીમાં થયો હતો આપ ખુબ જ ઇન્સાફ પસંદ પરહેઝગાર બાદશાહ હતા. આપ હઝરત શેખ રૂકનોદ્દીન કાનેશકર નહરવાલા (ર.અ)ના મુરીદ બન્યા. આપે હઝરત ગંજ એહમદ ખટ્ટુ (ર.હ ) પાસેથી પણ જ્ઞાન મેળવ્યો. આપ ખુબ જ ન્યાયપ્રીય બાદશાહ હતા જેના બે દાખલા અહીં નોંધવામાં આવ્યા છે.

પોતાના મહેલની બારીમાં બેસીને સાબરમતી નદીને પ્રવાહમાં જોઈ રહ્યા હતા ત્યારે સુલ્તાન અહમદશાહ બાદશાહે એક મોટી માટીની બરણી તરતી જોઈ. બરણી ખોલવામાં આવી અને એક હત્યા કરાયેલી વ્યક્તિનો મૃતદેહ ધાબળામાં વીંટાળેલો મળી આવ્યો. કુંભારોને બોલાવી બરણીની ઓળખ કરાવવામાં આવી. બરણી બનવનારે તેને પડોશી ગામના મુખીને વેચવામાં આવી હોવાનું જણાવ્યું. તપાસ દરમિયાન મુખીએ અનાજના વેપારીની હત્યા કરી હોવાનું સાબિત થયું હતું અને તેને ફાંસી આપવામાં આવી હતી.

અન્ય એક કિસ્સામાં અહમદશાહના જમાઈએ એક ગરીબ વ્યક્તિની હત્યા કરી હતી. કાજીએ રાજકુમારને હત્યાના ગુનામાં દોષિત ઠેરવ્યા અને દંડ ચૂકવીને રાજકુમારને છોડી મૂકવામાં આવ્યા. પોતાના જમાઈની મુક્તિની સુનાવણી કરતા અહમદશાહ બાદશાહે જણાવ્યું કે અમીરોના ગુનાના કિસ્સામાં નાણાકીય દંડ એ કોઈ સજા નથી અને પોતે તેમના જમાઈને ફાંસી આપવાનો આદેશ આપ્યો હતો. ભદ્રના કિલ્લા પર આ બંન્ને હત્યા કરનારાઓને સુલ્તાન અહમદશાહ બાદશાહના ઇન્સાફ મુજબ ફાંસી આપવામાં આવી હતી.

બાદશાહનો હજીરો (માણેક ચોક)

હઝરત અહમદશાહ બાદશાહ ક્યારેય બે વઝુ રહ્યા નથી. આપે ક્યારેય અસરની સુન્નત નમાઝ પણ કઝા કરી નથી. અહમદશાહ બાદશાહ ૧૪૪૨માં તેમના જીવનના ૫૩મા વર્ષમાં અને શાસનકાળના ૩૩મા વર્ષમાં મૃત્યુ પામ્યા હતા. તેમને અમદાવાદના માણેક ચોક નજીક દફનાવવામાં આવ્યા હતા. તેમની કબર બાદશાહનો હજીરો તરીકે ઓળખાય છે. યુદ્ધ નેતા તરીકે તેમની બહાદુરી, કૌશલ્ય અને સફળતા તેમજ તેમની ધાર્મિકતા અને ન્યાય માટે તેમને સન્માનિત કરવામાં આવે છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *