નેશનલ યુથ એવોર્ડી શ્રી સંજીવ મહેતા અમેરિકા ખાતે યોજનારી “પાર્લામેન્ટ ઓફ ધ વર્લ્ડ રીલીજન્સ”માં ભાગ લેશે
ગુજરાતમાંથી શ્રી સંજીવ મહેતા એક માત્ર આ કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા છે.
ગાંધીનગર,
ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ પ્રવક્તા (ડીબેટ ટીમ) ટીમના સદસ્ય, ગુજરાત રાજ્ય યુવક બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ અને નેશનલ યુથ એવોર્ડી શ્રી સંજીવ મહેતા અમેરિકા ખાતે તારીખ ૧૪થી ૧૮ ઓગસ્ટ દરમિયાન યોજનારી “પાર્લામેન્ટ ઓફ ધ વર્લ્ડ રીલીજન્સ”માં ભાગ લેવા ખાસ જઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આજથી સો વર્ષ પહેલા યુવા ક્રાંતિકારી સંન્યાસી સ્વામી વિવેકાનંદે ઐતિહાસિક ભાષણ કર્યું હતું “માય ડિયર સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ” એ જ જગ્યા કોલંબસ અને આર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ શિકાગો ખાતે આ કોન્ફરન્સ યોજાઇ રહી છે. તેમાં આ ઐતિહાસિક સ્થળે ભાગ લેવા જઈ રહેલા અને સ્વામી વિવેકાનંદના વિચારોના પ્રચારને પ્રસાર કરવા માટે શ્રી સંજીવભાઈ મહેતાને અનેક વિધ મહાનુભાવો દ્વારા અભિનંદન પ્રાપ્ત થઈ રહેલ છે.
ગાંધીનગરમાંથી અને ગુજરાતમાંથી શ્રી સંજીવ મહેતા જ આ કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા છે. શ્રી કૃષ્ણ સંપ્રદાય પ્રણામી ધર્મના સંસ્થાપક દેવચંદ્રજી મહારાજના પરિવારના સદસ્ય શ્રી સંજીવ મહેતા હિંદુઈઝમ અને સ્વામી વિવેકાનંદનો પ્રચાર પ્રસાર અને ખાસ કરીને માનનીય શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની જી૨૦ થીમ વન ફેમિલી વન ફ્યુચર વન વર્લ્ડ એટલે કે, વસુદેવ કુટુંબની ભાવનાને સમગ્ર વિશ્વના જુદા જુદા ધર્મોના લોકો સમક્ષ રજૂ કરશે.
ઉલ્લેખનીય છે કે, આ કોન્ફરન્સમાં વિશ્વના જુદા જુદા ૫૦ ધર્મો અને ૧૫૦ જેટલા સંપ્રદાયોના કુલ ૧૦,૦૦૦થી પણ વધારે ડેલિગેટ ભાગ લેવાના છે ત્યારે આ કોન્ફરન્સનું આ પાર્લામેન્ટનું મહત્વ ખૂબ છે.
શ્રી સંજીવભાઈ મહેતાને ગાંધીનગરના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જશવંતભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ તથા કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને ખાસ કરીને માનનીય ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ અને શ્રી કેતનભાઇ પટેલ તથા સ્મિડીયા અગ્રણીઓએ પણ અભિનંદન પાઠવ્યા છે.
અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે, હવે પછીની પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રીલીજન્સએ ઇન્ડિયામાં થાય ભારતમાં યોજાય અને વિશ્વના બધા જ ધર્મો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની નિશ્રામાં ભેગા થાય, ભારતમાં એ માટેનું બીડ એના માટેનું પ્રપોઝલ પણ શ્રી સંજીવ મહેતા અને માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણી ખાસ રજૂ કરશે. આ પછીની પાર્લામેન્ટ ઇફકોના ચેરમેન માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબના નેતૃત્વમાં સંપન્ન થાય તે પ્રમાણેની પ્રપોઝલ રજૂ કરવામાં આવશે.
શ્રી સંજીવભાઈ મહેતાને ગુજરાત સરકારના સાંસ્કૃતિક મંત્રી માનનીય શ્રી મુળુભાઈ બેરા, ઈફકોના ચેરેમેન અને આ ટીમના લીડર શ્રી દિલીપભાઈ સંઘાણી, કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા, ભાજપ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ સહિત મહાનુભાવોએ ખાસ અભિનંદન પાઠવ્યા હતા.