અમદાવાદ,તા.૧૧ શુક્રવાર
-એનઆરઆઈ NRI સિનીયર સીટીઝન છેલ્લા દોઢ માસથી પિતાની મિલકત માટે આમતેમ ફરી રહ્યા છે, પરંતુ તેમને કોઈ સહકાર મળી રહ્યો નથી. -NRI સીનીયર સીટીઝન પોતાના પિતાની મિલકત પચાવી પાડનાર તત્વો પાસે ભટકી રહ્યા છે
-પિતાની અતિંમ વસ્તુઓ મેળવવા માટે પોતાના બિલ્ડીંગમાં ગયા તો કાઢી મુકયા
-આખરે પોલીસમાં અરજી કરવાની ફરજ પડી, પોલીસ સિવાય મારો કોઈ બીજો સહારો નથી
-મને ન્યાય નહીં મળે તો ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ કમિશનમાં કાર્યવાહી કરવા ચિમકી ઉચ્ચારી
શહેરના રીલીફ રોડ પર આવેલી પાટડી બિલ્ડીંગમાં ૧૯૮૮માં વિક્ટર જુડાહ બામનોલકરના પિતાનું નિધન થયું હતું. જેના પુરાવા રૂપે તેમની પાસે તેમના પિતાનું મરણ સર્ટીફિકેટ પણ છે. છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદ છોડીને ગોવા સ્થાયી થઇ જતા અહીં તેમનો મકાન બંધ હોવાથી પાટડી બિલ્ડીંગ “જમીયત ઉલમાએ હિન્દ” સંસ્થાએ ભાડેથી લીધી હતી ત્યારબાદ હાલના જે આ પાટડી બિલ્ડીંગના માલિક છે તેમણે આ એનઆરઆઈ સિનીયર સીટીઝનના ઘરનું દરવાજો તોડી તેમનો માલસામાન સગેવગે કરીને પૂરી બિલ્ડીંગનો કબજો પોતાની પાસે લઇ લીધો. જયારે આ નિઃસહાય વૃદ્ધ વ્યક્તિ મકાન માલિક પાસે ગયા ત્યારે બિલ્ડીંગના કબજેદારે તેમની પાસે પુરાવા માંગ્યા કે, બતાવો તમારી પાસે શું પુરાવા છે કે, તમે અહીં રેહતા હતા..?
મર્હુમ પિતાના ભાડાનું મકાન પચાવીને તેમનો માલસામન પણ રસ્તા ઉપર ફેંકી દેવામાં આવ્યો છે. આમ છતા તેમની સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. નોર્વેથી આવેલા ૮૨ વર્ષીય NRI સીનીયર સીટીઝન વિક્ટર જુડાહ બામનોલકરના જણાવ્યા મુજબ તેમના પિતા જોસફ બેન્જમીનનું ૧૯૮૮માં પાટડી બિલ્ડીંગમાં અવસાન થયુ હતુ. આ પછી હું લંડન ગયો હતો. તાજેતરમાં અમદાવાદ પરત આવીને રીલીફરોડ ઉપર આવેલ પાટડી બિલ્ડીંગમાં ચોથા માળે મારા પિતાના ચાર રૂમના ઘરની તપાસ કરતા ખબર પડી કે, અહીં તો તેમના ઘર પર બીજો તાળો લાગેલો છે અને ઘરમાં જે સામાન હતો તે પણ ગાયબ છે.
સીનીયર સીટીઝન વિક્ટર જુડાહ બામનોલકર “સફીર” ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવે છે કે, “આ ઘરમાં અમારા જરૂરી દસ્તાવેજો, માલ-સામાન અને સૌથી વધુ ઈમ્પોરટન્ટ મારા મધર-ફાધરની કેટલીક યાદો જોડાયેલી હતી. જે આ મકાનના કબજેદારે અમારો પૂરે પૂરો સામાન સગેવગે કરીને અમારા ઘર પર પોતાનો તાળો મારી દીધું અને હવે એમ કહે છે કે, આ ઘરમાં તમે રેહતા હતા તે સાબિત કરો.”
અમદાવાદમાં છેલ્લા દોઢ માસથી સીનીયર સીટીઝન વિક્ટર જુડાહ બામનોલકર પિતાની મિલકત માટે આમતેમ ફરી રહ્યા છે, પરંતુ તેમને કોઈ સહકાર મળી રહ્યો નથી ૮૨ વર્ષના વૃદ્ધ માણસ પોતાના પિતાની મિલકત પચાવી પાડનાર તત્વો પાસે ભટકી રહ્યા છે.