Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

નાંદોદ તાલુકાના ૬૦થી વધુ BLO સુપરવાઈઝરના સામૂહિક રાજીનામાથી હડકંપ

સાજીદ સૈયદ, નર્મદા

ઇલેક્શન કમીશનના પરીપત્ર છતાં અમલવારી નહિ થતાં બીએલઓ (BLO) દ્વારા કામમાંથી મુક્તિ માટેની રજુઆત કરી

નાંદોદ તાલુકાના ૬૦થી વધુ બીએલઓ સુપરવાઇઝર દ્વારા આજે રાજીનામા ધરી દેતા ચર્ચાનો વિષય બન્યો છે. આજે નાંદોદ મામલતદાર કચેરીએ શિક્ષકોએ સામૂહિક રીતે ભેગા મળી બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવા રજૂઆત કરતું આવેદન પત્ર આપ્યું હતું.

રજુઆતમાં જણાવ્યું હતું કે, (૧) ગુજરાતના ચૂંટણી પંચના વખતો-વખતનાં પરીપત્રો મુજબ ૩ વર્ષ બી.એલ.ઓ (BLO)ની કામગીરી કર્યા બાદ તે બી.એલ.ઓને મુક્તિ આપી રોટેશન મુજબ અન્ય કર્મચારીને કામગીરી સોંપવામાં આવે. (૨) ગુજરાતના ચુંટણી પંચના તા ૨૨-૧૦-૨૦૨૨નાં પત્ર ક્રમાંક :- ઇએલસી/૧૦૨૨૪૨૬૫/ અન્વયે સૂચવેલ યાદી મુજબના સરકારી અર્ધ સરકારી કર્મચારીઓની બી.એલ.ઓ (BLO) તરીકે નિમણૂંક આપવા તેમજ ઉપરોક્ત પત્ર મુજબ શિક્ષકોને બીએલઓ તરીકે ઓછામાં ઓછા સૂચિત કરવા જણાવેલ છે જે મુજબ ઘટતી કાર્યવાહી ઉપરાંત (૩) H to H સર્વેની કામગીરીમાં વળતર રજા અને ભથ્થા ચૂકવવા મુખ્ય રજુઆત કરી હતી.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *