Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

નશાના બંધાણીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, વડોદરામાં શંકાસ્પદ નશાના બંધાણી યુવકનું મૃત્યુ થતાં ખડભડાટ

નશાના ઇન્જેક્શનનો ઓવર ડોઝ લીધું હોવાની ચર્ચા

વડોદરામાં શંકાસ્પદ નશાના બંધાણી યુવકનું મૃત્યુ થયું છે શહેરના સમાં વિસ્તારમાં યુવક વિવેક પોતાના મિત્રના ઘરે ગયો હતો જ્યાં તેમણે વધુ પડતો નશો કરવાથી બીજા દીવસે સવારે તેનું મૃત્યુ થવાની વાત સામે આવી છે. 

થોડા સમય પહેલા રાજ્યમાં થયેલા લઠ્ઠાકાંડના પડઘા હજુ શાંત નથી થયા ત્યાં જ શંકાસ્પદ નશાથી ૩૨ વર્ષીય યુવકનું મોત થયાની બાબત સામે આવી છે. શહેરના સમા વિસ્તારમાં રહેતા વિવેક કરણ નામના યુવક પોતાના પરિવાર સાથે વર્ષોથી વડોદરામાં જ રહેતો હતો અને અમદાવાદની ખાનગી કંપનીના એચઆર વિભાગમાં ફરજ બજાવતો હતો.

છેલ્લા બે દિવસથી તે વડોદરા આવ્યો હતો અને આ દરમિયાન જ તેના મિત્ર બલજીતના ઘરે ગત રાત્રે આવ્યો હતો અને ત્યારબાદ સવારે તેનુ મોત થયાની ઘટના સામે આવી છે. માનવામાં આવે છે કે નશાના ઇન્જેક્શનનો ઓવર ડોઝ  તેણે  લીધું હતું અને તે  કારણે વિવેકનું મૃત્યુ થયું છે. મહત્વનું છે ઘટના સ્થળ એટલે કે રાધેક્રીષ્ણા એપાર્ટમેન્ટની બાલ્કનીની આગળ આવેલા છાપરાના શેડ ઉપરથી હજુ પણ ઘણી ખરી સિરીંજ પડેલા દ્રશ્યો જોઇ શકાય છે. અહી સવાલ એ ઉભો થાય કે એકલ વાયુ જીવન જીવતા વિવેક તેના મિત્ર બલજીતના ઘરે શા માટે ગયો હતો, ત્યારે બલજીતના બાલ્કનીમાંથી દેખાતી આટલી બધી સિરીંજો ક્યાંથી આવી ??  શું  વિક્રમ અને વિવેક ખરેખર ડ્રગ્સ લેતા હતા કે કેમ ? જો તેઓ નશાના બંધાણી હતા તો તેમના ડ્રગ્સનું સપ્લાય કોણ કરતું હતું ??  આવા અનેક સવાલો આજે પણ ઊભા છે ત્યારે હાલ આ સમગ્ર મામલે મૃતકને  પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને સમગ્ર મ્રુત્યુની ઘટનાને લઈને સમા પોલીસ પણ એફએસએલની મદદથી આગળની તપાસ કરશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *