આ ઘટના બાદ પરિવારે વાંસદા પોલીસમાં ફરિયાદ કરાવી હતી અને પોલીસે વધુ તાપસ હાથ ધરી છે.
નવસારી,
નવસારી વાંસદાના મીંઢાબારી ગામમાં લગ્ન થતા હતા ત્યારે અચાનક બ્લાસ્ટ થતા જ લોકોમાં દોડાદોડી મચી ગઈ હતી અને થોડીક ક્ષણો પૂરતું તો માલુમ જ ન થયું કે શું થયું. ઘટનાની વધુ વિગત મુજબ વાંસદાના મીંઢાબાર ગામમાં લગ્ન પ્રસંગમાં મળેલ એક ભેટમાં રમકડાંને ચેક કરતા તેમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. ભેટમાં મળેલા રમકડાંને ચાર્જ (Charging) કરવા ગયા ત્યારે અચાનક વિસ્ફોટ થયો હતો અને અફરાતફરી થઈ ગઈ હતી.
લગ્ન પ્રસંગમાં ભેટ અને સોગાદો મળતી હોય છે અને તેને આપણે ખોલીને જોઈએ છીએ. આવા જ એક કિસ્સામા રમકડાની ભેટ ખોલીને તેને ચાર્જ માં મુક્તા અચાનક બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટમાં 28 વર્ષીય વરરાજા લતેશ ગાવીત અને તેમનો 3 વર્ષનો ભત્રીજો જીયાન ખુબ જ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ ઘટનામાં વરરાજા લતેશ ગાવીતને હાથ, પગ, માથા અને મોઢા પર ગંભીર ઈજાઓ થઇ હતી. આ ભયાનક બ્લાસ્ટથી લતેશનો ડાબા હાથનો પંજો કાંડામાંથી છૂટો પડી ગયો હતો અને તેમની બંને આંખોમાં પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજા થતા નવસારીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેના ભત્રીજા જીયાનને પણ માથામાં ગંભીર ઇજા થતા ખોપડીમાં ફેક્ચર થયું છે આ ભેટ મોટી દીકરી સાથે લીવ ઈન રિલેશનશીપમાં રહેતા પૂર્વ પ્રેમી કંબોયા રાજુ પટેલે મોકલાવી હતી. આ ઘટના બાદ પરિવારે વાંસદા પોલીસમાં ફરિયાદ કરાવી હતી અને પોલીસે વધુ તાપસ હાથ ધરી છે.