રાજ્યના દૂર-સૂદૂર, દુર્ગમ વિસ્તાર, ડુંગરાળ પ્રદેશ, છૂટા છવાયા ઘરોમાં પણ નળ જોડાણની કામગીરી સુપેરે કરવામાં આવી રહી છે તેમ પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
“નલ સે જલ” અભિયાન અંતર્ગત રાજ્યના ૯૬.૫૦ ટકા ઘરોમાં નલ જોડાણ સંપન્ન કરવામાં આવ્યું છે. રાજ્યના દૂર-સૂદૂર, દુર્ગમ વિસ્તાર , ડુંગરાળ પ્રદેશ, છૂટા છવાયા ઘરોમાં પણ નળ જોડાણની કામગીરી સુપેરે કરવામાં આવી રહી છે તેમ પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વ અને પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ “નલ સે જલ યોજના” અંતર્ગત રાજ્યના 96.50 ટકા ઘરોને નળથી જોડાણ આપીને દેશના મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર છે. રાજ્યના કુલ ૯૧,૭૭,૪૫૯ ઘરો પૈકી ૮૮,૫૬,૪૩૮ ઘરોને “નલ સે જલ યોજના” અંતર્ગત નળ જોડાણ આપવામાં સફળતા મળી છે.
પાણીપુરવઠા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા દૂર–સૂદૂર અને દૂર્ગમ વિસ્તારો સહિતના સ્થળોએ ડુંગરાળ પ્રદેશો તેમજ છૂટા છવાયા ધરોમાં પણ નળનું જોડાણ આપીને નળથી જળ પહોંચાડવાની કામગીરી સુપેરે પૂર્ણ કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટ 2019ના રોજ સમગ્ર દેશમાં જલ જીવન મિશનનો પ્રારંભ કરાવ્યો હતો. જેના અંતર્ગત વર્ષ 2024 સુધીમાં દેશના પ્રત્યેક ઘરમાં નળથી શુધ્ધ પીવાનું જળ પહોંચે તે પ્રકારનું આયોજન હાથ ધરાયું છે.
ગુજરાત સરકારના આયોજનબધ્ધ માળખાના પરિણામે આ લક્ષ્યાંકને વર્ષ 2022 સુધીમાં જ પૂર્ણ કરવાની દિશામાં કામગીરી હાથ ધરાઇ છે. જે હવે પૂર્ણતાના આરે છે.