“મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન”
છોટાઉદેપુર સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા અને નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશ્મુખની ઉપસ્થિતિમાં ‘અમૃત કળશ’ યાત્રા યોજાઇ
સાજીદ સૈયદ, નર્મદા
રાજપીપલા:- શુક્રવાર:-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા “મારી માટી, મારો દેશ-માટીને નમન, વીરોને વંદન” અભિયાન દ્વારા નાગરિકોમાં દેશની એકતા, અખંડિતતાને વધુ પ્રબળ બનાવવાનાં હેતુથી સમગ્ર દેશની સાથે નર્મદા જિલ્લામાં તા.12મી ઓક્ટોબરના રોજ ગરુડેશ્વર તાલુકાના ભાણદ્રા ખાતે ‘અમૃત કળશ’ યાત્રા યોજાઇ હતી. જેમાં છોટાઉદેપુર સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા અને નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશ્મુખ ઉપસ્થિતિ રહ્યા હતા.
‘મારી માટી, મારો દેશ’ અભિયાનનું મુખ્ય ઉદેશ દેશની માટીનું ઋણ અદા કરવા અને આઝાદી માટે ત્યાગ, બલિદાન આપનારા મહાનાયકો, વીરો, શહીદોના સન્માનમાં દેશના તમામ ગામોમાંથી માટીને એકત્રિત કરીને કરીને દિલ્હી ખાતે પહોંચાડવાના હેતુ સાથે આયોજિત આ યાત્રાનો એક હેતુ દેશની નવી પેઢી અને નાગરિકોમાં દેશભાવના જગાવવા માટેનો છે.
આ ‘અમૃત કળશ’ યાત્રામા છોટાઉદેપુર સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા અને નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશ્મુખ સહિત જિલ્લા-તાલુકા પંચાયત સમિતિના પ્રમુખશ્રી-સભ્યશ્રીઓ અને વિસ્તારનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.