Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

નર્મદા જિલ્લાની તમામ સરકારી કચેરીઓ ખાતે અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું

(સૈયદ સાજીદ) રાજપીપળા

નર્મદા જિલ્લાના કાર્યક્ષેત્ર વિસ્તારમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી સહિત જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓ ખાતે દૈનિક ધોરણે મોટા પ્રમાણમાં નાગરિકો પોતાના કામ અર્થે આવતા હોય છે. કેટલાક અનઅધિકૃત વ્યક્તિઓ કે, તેમની ટોળી આવા નાગરિકો/અરજદારોને ગેરમાર્ગે દોરી, લલચાવી તેમજ વચેટિયા તરીકે કામ કરવાનો ઇરાદો ધરાવે છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.એ.ગાંધીએ આવા વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે.

આ જાહેરનામામાં આવા કોઈપણ અનઅધિકૃત વ્યક્તિઓ કે, ટોળી જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓના મુખ્ય દરવાજાની આસપાસના ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં ઉભા રહેવા તથા કચેરીમાં પ્રવેશ કરી શકશે નહી. આ જાહેરનામાનો અમલ તા.૨૩ ઓક્ટોબર, ૨૦૨૩ સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *