મુંબઈ,તા.૮
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટ્રેજેડી કિંગ તરીકે જાણીતા દિલીપ કુમારના નિધનથી બધાને ઝટકો લાગ્યો છે. દેશના રાષ્ટ્રપતિથી લઈને વડા પ્રધાનથી લઈને સ્ટાર્સે અને ફેન્સ પણ સો.મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ દરમિયાન હરિયાણા ભાજપના આઈટી અને સો.મીડિયા હેડ અરૂણ યાદવે દિલીપ કુમારને સાંત્વના આપતા વિવાદિત ટિ્વટ કર્યું હતું, જે વાયરલ થતા જ ખૂબ ટ્રોલ થવા લાગ્યા છે.
ખરેખર, અરુણ યાદવે પોતાની ટિ્વટમાં લખ્યું, “ફિલ્મ જગતમાં હિન્દુ નામ રાખીને પૈસા કમાવનારા મોહમ્મદ યુસુફ ખાન (દિલીપ કુમાર)નું મોત એ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક અપૂરણીય ક્ષતિ છે. શોક પામેલા પરિવાર પ્રત્યે સંવેદના! ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપે. ભાવભીની શ્રદ્ધાંજલિ” ! અરુણ યાદવના આ ટિ્વટ પછી યુઝર્સથી લઈને સ્ટાર્સમાં ગુસ્સો જાેવા મળી રહ્યો છે અને તેમને આડે હાથ લીધા છે. અભિનેત્રી અને ઉર્મિલા માટોંડકરે ટિ્વટને રિટ્વીટ કર્યું અને લખ્યું, “તમને શરમ આવવી જાેઈએ.” જ્યારે અન્ય યૂઝર્સે લખ્યું, “શરમજનક તમે કોઈના મૃત્યુ પર આવું કેવી રીતે લખી શકો છો. જાે કોઈ મુસ્લિમ હિન્દુનું નામ રાખી લે તો શું સમસ્યા થઇ ગઇ ? અને કોઇ હિન્દુનું નામ રાખી લે તો પણ શું પ્રોબ્લેમ છે. કૃપા કરીને સમજદારી બતાવો અને સારા વ્યક્તિ બનો, તમને સારો અનુભવ થશે.