Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

દારૂપીને બેફામ વાહનો ચલાવતા ડ્રાઈવરો ઉપર અંકુશ જરૂરી : અર્જુન મોઢવાડિયા

હપ્તા સિસ્ટમના લીધે વાહન ચાલકો બેફામ, અનેક લોકો બન્યા ભોગ – અર્જુન મોઢવાડિયા

અમદાવાદ,

પાટણ શહેરમાં સર્જાયેલ અકસ્માતના CCTV ફુટેજ શેર કરી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે બેફામ ટ્રક ચાલકે દુધ સાગર ડેરી (હાંસાપુર)માં નોકરી કરતા આશાસ્પદ યુવાન અજય રામાભાઈ ચૌધરીને કચડી નાંખ્યો, પરિવારે પોતાનો આધારસ્તંભ ગુમાવ્યો. મારી સંવેદના મૃતકના પરિવાર સાથે છે, પરમાત્મા મૃતકના આત્માને શાંતિ આપે!

અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આ સવાલ માત્ર એક યુવાન પુરતો નથી. આજે ગુજરાતમાં ચિક્કર દારૂપીને બેફામ હેવી વાહનો ચલાવતા ડ્રાઈવરો માંતેલા સાંઢની માફક અનેક પરિવારોને ઉજાડતા ફરી રહ્યાં છે. છતાં આપણા કાયદાઓ એટલા પાંગળા છે કે કોઈ ડ્રાઈવરોને કોઈ સજા થઈ શકતી નથી.

અર્જુન મોઢવાડિયાએ ઉમેર્યું હતું કે દારૂપીવો ગુજરાતમાં ગુનો છે, દારૂપીને ડ્રાઈવીંગ સમગ્ર દેશમાં ગુનો છે, શહેરોમાં હેવી વાહનોને પ્રવેશ ઉપર પ્રતિબંધ છે, રાત્રે 11 વાગ્યા પહેલા શહેરી વિસ્તારોમાં ખાનગી હેવી વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે. છતાં હપ્તા સિસ્ટમના લીધે વાહનચાલકો બેફામ છે. દારૂપીધેલ હોવા છતાં વાહનો ચલાવવા દેવામાં આવે છે. શહેરી વિસ્તારમાં હેવી વાહનોને પ્રવેશની મંજુરી નથી છતાં પ્રવેશ આપવામાં આવે છે. પરિણામે આવા વાહન ચાલકો અકસ્માતો સર્જે છે અને નિર્દોષ લોકોના જીવ લે છે. બદલામાં તેમને વધુમાં વધુ બે ચાર મહિનાની સજા થઈ શકે (એ પણ બીજા દિવસે જામીન મળી જાય) કારણ કે તેમની પાસે હેવી વાહન ચલાવવાનું લાઈસન્સ છે.

અર્જુન મોઢવાડિયાએ પ્રશ્ન કર્યો હતો કે શું હેવી વાહન ચલાવવાનું લાઈસન્સ એટલે બેફામ રીતે આશાસ્પદ યુવાનોને કચડી નાંખવાનો પરવાનો છે? જો આપણા કાયદા આટલા પાંગળા છે, તો તેને બદલવાની જરૂર છે. કોઈ વ્યક્તિના જીવન સાથે રમવાનો પરવાનો કોઈ કિમત ઉપર આપી શકાય નહીં!

બેકાબૂ ટ્રકે યુવાનને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત

બેકાબૂ ટ્રકે સર્કલ પાસે ઉભેલા બાઈક સવારને અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે મૃત્યું

પાટણના ઊંઝા હાઈવે પાસે મોડી રાત્રે એક બેકાબૂ ટ્રકે બાઈક ચાલકને અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે મૃત્યું નિપજ્યું હતું. સર્કલ પાસે ઉભેલો બાઈક સવાર જીવ બચાવવા માટે બાઈક મૂકી દોડે છે પરંતુ બેફામ ટ્રક તેને કચડી નાખે છે.

આ હ્રદયસ્પર્શી ઘટનાના CCTV સામે આવ્યા છે. જે તમને અંદરથી હચમચાવી દે તેવા છે. આ કરૂણ દુર્ઘટનાને પગલે પરિવારે પોતાનો લાડકવાયો દિકરો ગુમાવ્યો છે. આ યુવાન કાંસા ગામનો અજય ચૌધરી છે. પરિવારે એક આશાસ્પદ અને ઘરના મોભી દિકરાને ગુમાવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. આ ગંભીર અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. જોકે બનાવને પગલે લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

5 COMMENTS

  1. My developer is trying to convince me to move to .net from PHP.
    I have always disliked the idea because of the expenses.
    But he’s tryiong none the less. I’ve been using Movable-type on several websites for about a
    year and am anxious about switching to another platform.
    I have heard good things about blogengine.net.
    Is there a way I can transfer all my wordpress content
    into it? Any help would be greatly appreciated! I saw similar here:
    E-commerce

  2. Howdy! Do you know if they make any plugins
    to help with SEO? I’m trying to get my blog to
    rank for some targeted keywords but I’m not seeing very
    good results. If you know of any please share. Appreciate it!
    You can read similar article here: Sklep internetowy

  3. Howdy! Do you know if they make any plugins to assist with SEO?
    I’m trying to get my blog to rank for some targeted keywords
    but I’m not seeing very good gains. If you
    know of any please share. Thank you! You can read similar blog here:
    Ecommerce

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *