મુંબઈ,તા.૧૩
અમિત ભટ્ટ છેલ્લા ૧૪ વર્ષથી આ શોનો ભાગ છે અને બાપુજીના પાત્રને તેમણે પોતાના અભિનયથી લોકપ્રિય બનાવી દીધુ છે. પરંતુ મેકર્સ માટે અમિત ભટ્ટ આ પાત્ર માટે પહેલી પસંદગી ન હતા કારણ કે મેકર્સના મનમાં તે સમયે એક એવા કલાકાર હતા જેમને તેઓ ચંપક કાકા માટે એકદમ પરફેક્ટ કલાકાર માનતા હતા. હવે તમને પણ એવું થતું હશે કે આખરે એવા કયા કલાકાર વિશે મેકર્સના મનમાં વિચાર ચાલતા હતા તો તમને જણાવીએ કે આ કલાકાર બીજુ કોઈ નહીં પરંતુ હાલ જેઠાલાલ બનીને લોકોને હસાવી હસાવીને પેટ દુખાડી દેનારા દિલિપ જાેશી છે.
મેકર્સ ઈચ્છતા હતા કે બાપુજીનું પાત્ર દિલિપ જાેશી ભજવે. પરંતુ એ શક્ય બન્યું નહીં અને પછી પસંદગીનો કળશ અમિત ભટ્ટ પર ઢોળાયો. આ ખુલાસો જેઠાલાલ એટલે કે દિલિપ જાેશીએ પોતે એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. તેમણે કહ્યું હતું કે બાપુજીનો રોલ સૌથી પહેલા તેમને ઓફર કરવામાં આવ્યો હતો. તેમના જણાવ્યાં મુજબ આસિત મોદી દિલિપ જાેશીને સારી રીતે ઓળખતા હતા આથી જ્યારે આ સિરિયલ બનાવવાની વાત ચાલતી હતી ત્યારે તેમણે દિલિપ જાેશીને બાપુજીનો રોલ ઓફર કર્યો હતો. પરંતુ દિલિપ જાેશીએ ના પાડી દીધી કારણ કે તેમને એવું લાગતું હતું કે તેઓ આ પાત્રમાં ફીટ બેસશે નહીં એટલે કે તેઓ જામશે નહીં. દિલિપ જાેશીને ત્યારબાદ જેઠાલાલનું પાત્ર ઓફર કરાયું. તે સમયે પણ તેમને આ પાત્ર વિશે જાેકે શંકા તો હતી પરંતુ આમ છતાં તેમણે હા પાડી દીધી અને પછી જે થયું તે ઈતિહાસ રચાઈ ગયો.
દિલિપ જાેશીએ જેઠાલાલના પાત્રને આઈકોનિક પાત્ર બનાવી દીધુ. બીજી બાજુ બાપુજીના પાત્રને પણ અમિત ભટ્ટે સંપૂર્ણ ન્યાય આપ્યો અને આ પાત્રએ લોકોના હ્રદય પર અમીટ છાપ છોડી. છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી દર્શકોના હ્રદય પર રાજ કરતો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો હજુ પણ એ જ રીતે દર્શકોનું ભરપૂર મનોરંજન કરે છે. અનેક પાત્રો તો એવા છે જેમણે દર્શકોના હ્રદય પર એવી અમીટ છાપ છોડી છે જેને ભૂંસવી અશક્ય છે. જેમાં ચંપક કાકા એટલે કે બાપુજીનું પાત્ર, જેઠાલાલ, દયાલાલ, બબીતાજી, ટપુ વગેરે સામેલ છે. આમ તો દરેક પાત્રની એક અલગ ફેન ફોલોઈંગ છે પરંતુ આ પાત્રોએ જબરદસ્ત લોકપ્રિયતા આ શો દ્વારા મેળવી છે.