ટાવરમાંથી અમર રાજા વરલા પ્લસ કંપનીની 600એ. એચ. (600AH) તથા એક્સાઇઝ કંપનીની 600એ.એચ. મળી કુલ 48 નંગ બેટરી કુલ કિંમત 144000 રૂપિયાની બેટરીઓ ચોરી કરી લઇ ગયાં
સુરત,
તસ્કરો પણ હવે બેફામ બન્યા છે સુરત જીલ્લામાં કામરેજ તાલુકાના ઉંભેળ અને જોખા ગામની સીમમાં આવેલા મોબાઈલ ટાવરની અંદર ફિટ કરેલી બેટરીઓ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સમગ્ર મામલાની જાણ ઇન્ડસ કંપનીને થતા કામરેજ પોલીસ મથકમાં 1.44 લાખ ચોરીની ફરિયાદ નોંધાવી છે. કામરેજ તાલુકાના ઉંભેળ અને જોખા ગામની સીમમાં આવેલા મોબાઈલ ટાવર મુકવામાં આવ્યા છે. આ ટાવરની અંદર ફિટ કરવામાં આવેલી 48 નંગ બેટરી અજાણ્યા તસ્કર ચોરી ગયા હતા. જેની જાણ કંપનીને થતાં કંપની દ્વારા કામરેજ પોલીસ મથકમાં 1.44 લાખ ચોરીની ફરિયાદ નોંધાવી છે.
ઘટના અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ કામરેજ તાલુકાનાં ઉંભેળ ગામની સીમમાં આવેલ ઇન્ડસ કંપનીનાં મોબાઇલ ટાવર નં ID 1287033માંથી તા 13-6-2022નાં સાંજેે 5થી તા. 15-6-2022નાં સવારે 6.30 કલાક દરમ્યાન તેમજ જોખા ગામની સીમમાં આવેલ ઇન્ડસ કંપનીનાં જ મો ટાવર નં ID1069595માંથી તા.14-6-2022 બપોરે બેથી 16-6-2022નાં સવારે અગિયાર કલાક દરમિયાન બંનેે ટાવરમાંથી અમર રાજા વરલા પ્લસ કંપનીની 600એ. એચ. (૬૦૦AH) તથા એક્સાઇઝ કંપનીની 600એ.એચ. મળી કુલ 48 નંગ બેટરી કુલ કિંમત 144000 રૂપિયાની કોઇ ચોર ઇસમો ચોરી કરી લઇ ગયાં હતાં. જેની ફરિયાદ પતાપસિંહ ફાવાભાઇ મોરી (સિક્યુરીટી મેનેજર) (38) (રહે. સી 302 લકઝરીયા એપાટઁમેન્ટ ડોમીનોઝ પીઝાની બાજુમાં બાબેન ગામ બારડોલીએ નોંધાવી હતી.