ધરપકડ કરાયેલ આરોપીએ જણાવ્યું કે, દારૂને દિલ્હીથી ડીસીએમ ટ્રકમાં લોડ કરી મુઝફ્ફરપુર લઈ જવામાં આવી રહ્યો હતો.
તેને એક ચક્કર લગાવવામાં 10,000 રૂપિયા મળતા હતા.
દારુબંધી બાદ બિહારમાં સ્મગલરો દ્વારા સતત નવી-નવી રીત અપનાવી તસ્કરી કરવામાં આવી રહી છે. જેમાં પોતાના શરીરને દારુની ટાંકી બનાવવાથી લઈને બાઈકની ટાંકીમાં દારૂ સપ્લાય કરે છે. ત્યારે હવે એક નવી જ ટ્રીકથી જનરેટરની ખાલી બોડીમાં દારૂની પેટીઓની તસ્કરી કરતા પોલીસે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે.
આ મામલો કૈમૂર જીલ્લાના દુર્ગાવતી ટોલ પ્લાઝાના સમીપ મુસહરી ટોલીની પાસેનો બતાવવામાં આવી રહ્યો છે. જ્યાં પોલિસે કાર્યવાહી દરમ્યાન DCM ટ્રકના ઉપર રાખેલ ડીસી જનરેટરની તપાસ કરી. તે બાદ પોલીસના હોશ ઉડી ગયા. ઉપરથી જનરેટર અને અંદરથી દારૂની ટાંકી. ડીસીએમ ટ્રકની અંદર લાગેલ જનરેટરમાં મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો.
પોલીસે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. દારૂને દિલ્હીથી બિહારના મુઝફ્ફરપુરા મોકલવામાં આવી રહ્યો હતો. આ દરમ્યાન પોલીસે તપાસ દરમ્યાન તેને પકડ્યો. ધરપકડ થયેલ ડ્રાઈવર વિકાસ કુમાર સૈદપુર ગામ થાના ભોજપુર જિલ્લા ગાઝીયાબાદનો બતાવવામાં આવી રહ્યો છે. ધરપકડ કરાયેલ આરોપીએ જણાવ્યું કે, દારૂને દિલ્હીથી ડીસીએમ ટ્રકમાં લોડ કરી મુઝફ્ફરપુર લઈ જવામાં આવી રહ્યો હતો અને તેને એક ચક્કર લગાવવામાં 10,000 રૂપિયા મળતા હતા.
સૌથી મોટી વાત એ છે કે, દારૂ તસ્કર હોમ અપ્લાએંસેઝ અને બાકી સામગ્રી ફ્રીઝ, ટીવીની સાથે જનરેટર સહિત ઘરેલૂ સામાનની ડિલીવરી સપ્લાય કરે છે. ડ્રાઈવરને દર ટ્રીપના 10,000 રૂપિયા ચુકવવામાં આવે છે.
આ સંબંધમાં થાનાધ્યક્ષ રાજીવ રંજન સિંહે જણાવ્યું કે, ટોલ પ્લાઝાની નજીકથી વાહન તપાસ દરમ્યાન એએલટીએફની ટીમ અને દુર્ગાવતી પોલીસે કાર્યવાહી કરતા ડીસીએમ ટ્રકથી મોટી માત્રામાં દારૂ ઝડપ્યો છે.