લાલ એલોવેરા હાર્ટને લગતી તકલીફોથી બીજી અનેક સમસ્યાઓને દૂર કરે છે. જાણો તમે પણ આના ફાયદાઓ વિશે.
મોટાભાગના લોકો લાલ એલોવેરા વિશે ઓછુ જાણતા હોય છે. લાલ એલોવેરા સ્કિન અને હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. કહેવાય છે કે ગ્રીન એલોવેરાની તુલનામાં લાલ એલોવેરા વધારે ફાયદાકારક હોય છે. તો જાણી લો તમે પણ લાલ એલોવેરાના આ અઢળક ફાયદાઓ વિશે…
- તમને જણાવી દઇએ કે લાલ એલોવેરામાં એમીનો એસિડ અને પોલીસેકેરાઇડની માત્રા સારા એવા પ્રમાણમાં હોય છે જે સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરે છે. લાલ એલોવેરાનો જ્યૂસ પીવાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત બને છે, જેના કારણે બેક્ટેરિયા અને ઇન્ફેક્શનથી બચાવ થાય છે. આ સાથે જ ઇમ્યુનિટી બુસ્ટ થવાને કારણે શરદી-ખાંસીમાંથી પણ રાહત થાય છે.
- લાલ એલોવેરા સ્કિન માટે અનેક રીતે લાભકારી છે. લાલ એલોવેરાનો જ્યૂસ પીવાથી શરીરમાં બધા ટોક્સિન્સ સરળતાથી બહાર નિકળી જાય છે. આનાથી રક્ત શુદ્ધ થાય છે અને ત્વચામાં નિખાર આવે છે. જો તમે ઇચ્છો તો એલોવેરાનો રસ સ્કિન પર પણ લગાવી શકો છો. લાલ એલોવેરા તમારા ચહેરા પર થતા ખીલને દૂર કરે છે.
- લાલ એલોવેરાનો જ્યૂસ હાર્ટના દર્દીઓને પીવો જોઇએ. તમારા હાર્ટને સ્વસ્થ રાખવા માટે લાલ એલોવેરાનો જ્યૂસ તમે રોજ સવારમાં પીવાનું શરૂ કરી દો. લાલ એલોવેરાનો જ્યૂસ પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
- આજના આ સમયમાં મોટાભાગની મહિલાઓ અનિયમિત પિરીયડ્સથી પીડાતી હોય છે. એવામાં તમે લાલ એલોવેરાનો જ્યૂસ પીવો છો તો સૌથી વધારે ફાયદાકારક છે. લાલ એલોવેરાનો જ્યૂસ પીવાથી પિરીયડ્સ રેગ્યુલર આવે છે. આ સાથે જ પિરીયડ્સમાં થતો દુખાવો પણ ઓછો થાય છે.
- તમારી આંખની નીચે કાળા ડાધા-ધબ્બા થઇ ગયા છે તો તમારા માટે એલોવેરાનો જ્યૂસ સૌથી બેસ્ટ છે. આ માટે તમે કાળા ડાધા-ધબ્બા જ્યાં છે ત્યાં તમે એલોવેરાનો જ્યૂસ લગાવો અને 10 મિનિટ માટે મસાજ કરો. આમ કરવાથી તમારો ફેસ ક્લિન થાય છે.