Safeer News

Breaking News from Ahmedabad

Tech દેશ

તમારા મોબાઈલમાં હજારો હિટલર્સ ?

(Hassan Malek)

શું તમે જાણો છો કે ઈન્ટરનેટ ઉપર કોઈપણ વ્યક્તિ સુરક્ષિત નથી ! ચાલો જાણીયે કે કેમ.

આજના આધુનિક સમયમાં બધી વસ્તુઓ ઓનલાઇન અને ડિજિટલ થવાથી જેમ જેમ ઈન્ટરનેટનો ઉપયોગ વધતો જાય છે તેમ તેમ ઓનલાઇન છેતરપિંડી અને સાયબર ક્રાઇમના અપરાધ પણ વધતા જાય છે.

આપણે જે મોબાઈલ, કમ્પ્યુટર અને લેપટોપ જેવા ડિવાઇસિસનો રોજે રોજ ઉપયોગ કરતા હોઈએ છીએ, શું એ ખરેખર સુરક્ષિત છે?

તમારા મિત્રોમાં તથા તમારા પરિવારમાં કોઈ અથવા તમે પોતે જ ક્યારેય સાયબર ફ્રોડના શિકાર બન્યા હશો કે તમે ક્યારેય તો પેપરમાં કે ટીવીમાં પણ જોયું હશે કે કોઈ વ્યક્તિ ની બેંકમાંથી હેકરે કેટલાક રૂપિયા ઉડાવી લીધા, અથવા કોઈક સોશ્યિલ મીડિયા એકાઉન્ટ હેક કરી બ્લેકમેઈલિંગના કિસ્સાઓ તમે જોયા કે સાંભળ્યા હશે. આજના સમયે દર 32 સેકન્ડમાં એક સાયબર અટેક થાય છે અને ૨૦૨૨ના પેહલા ૨ મહિનામાં જ ભારતમાં ૨,૧૨,૪૮૫ જેટલા સાયબર ક્રાઇમ નોંધાયા હતા.

શું તમે ઈન્ટરનેટ ઉપર સુરક્ષિત છો ?

આપણે જે મોબાઈલમાં અલગ અલગ પ્રકારના સોફ્ટવેર્સ અને એપ્લિકેશન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ તે આપણા પાસેથી ઘણી પ્રકારની પરવાનગીઓ માંગે છે. જેનાથી તેમની જોડે આપણી લોકેશન, ગેલેરી, કોન્ટેક્ટ નંબર્સ અને બીજી ઘણી બધી પ્રકારની વસ્તુઓનો ઍક્સેસ હોય છે. જો તમે કોઈ ફેક કે ફ્રોડ એપ્લિકેશન અથવા વેબસાઈટને તમારી આ બધી માહિતીઓ કે પરવાનગીઓ આપી દીધી તો તમારા ડેટાનો દુરુપયોગ થવાની તકો વધારે થઇ જાય છે. જેનાથી હેકર તમારી પ્રાઇવેટ કે પર્સનલ માહિતીનો મિસયુઝ પણ કરી શકે છે.

આવા હઝારો ફ્રોડસ સામને આવે છે કે એક લિંક ઉપર ક્લિક કરવાથી જ લોકોના એકાઉન્ટમાંથી હઝારો લાખો રૂપિયા ચોરી થઇ જાય છે. તમારા ફોનમાં જ કેટલાક આવા એપ્લિકેશન્સ હશે જે તમારા ડેટાનો દુરુપયોગ કરતા હશે અથવા તમારી પ્રાઇવેટ ફોટોસ, વિડિઓઝ કે ફાઇલ્સનો ઍક્સેસ કરતા હશે. જો કોઈ એપ્લિકેશન કે વેબસાઈટ જોડે તમારા લોકેશનનો ઍક્સેસ હોય તો તેઓ તમને ટ્રેક પણ કરી શકે છે.

ચાલો આપણે જાણીયે કે કેવી રીતે આપણે આ ડિજિટલ હિટલર્સથી સાવધાન રહી શકીયે.

  • શું કરવું ?
  • જયારે કોઈ પણ એકાઉન્ટ બનાવો તો એક લાંબો અને સ્ટ્રોંગ પાસવર્ડ રાખો.
  • જરૂર ન હોય ત્યારે મોબાઈલમાં લોકેશન બંધ રાખવી.
  • સોશ્યિલ મીડિયા ઉપર એકાઉન્ટ બનાઓ તો 2FA પણ રાખો.
  • હંમેશા વિશ્વાસુ એપ કે વેબસાઈટનો ઉપયોગ કરો, પોતાને સાયબર સિક્યુરિટીમાં શિક્ષિત રાખો
  • શું ન કરવું ?
  • ક્યારેય થર્ડ પાર્ટી એપ્લિકેશન કે વેબસાઈટનો ઉપયોગ ન કરવો
  • કોઈ પણ પાસવર્ડ બીજા જોડે શેયર નહિ કરવું
  • કોઈ પણ ફાલતુ લિંક ઉપર ક્લિક કરવું નહિ
  • લોટરી કે પ્રાઈઝની લાલચમાં ન આવવું
  • પોતાની કોઈ પણ પર્સનલ ડીટેલ કોઈની જોડે શેયર કરવી નહિ
  • લોન કે બેંકના નામે આવતા કોલ ખાતરી કરીને ઉપાડવા

શું તમને સાયબર ક્રાઇમ વિષે વધારે માહિતી જોઈએ છે ? તો Follow કરો SAFEER NEWS ને.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *