રીઝવાન આંબલીયા
ગુજરાતમાં એકસાથે લિવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટ તથા એક્યુટ લિવર ફેલ્યોર ધરાવતાં દર્દીનું અલગ બ્લડ ગ્રુપ વાળા લિવિંગ લિવર ડોનર દ્વારા સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટ કરી ઝાયડસ હોસ્પિટલે ઇતિહાસ સર્જયો
અમદાવાદ,તા.૦૬
મલ્ટિ-ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનના ઉભરી રહેલા ક્ષેત્રમાં, ગુજરાતમાં “નવા યુગ”ની શુરુઆત થઇ છે અને હવે તે સિધ્ધીના શિખરો તરફ પ્રગતિ કરી રહ્યું છે. ઝાયડસ હોસ્પિટલે સાબિત કર્યું છે કે, તેમની પાસે ટેકનિકલ નિપુણતા, પરિપક્વ વહીવટી કૌશલ્ય અને જીવલેણ પરિસ્થિતિઓમાં પણ મુશ્કેલ સારવાર પૂરી પાડનારી શિસ્તબધ્ધ ટીમ છે. જે અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શ્રેષ્ઠ સુવિધાઓનો ઉપયોગ કરીને આવા કપરા સંજોગોમાં પણ અત્યંત કઠિન પ્રક્રિયાઓ પૂરી પાડી રહી છે.
હિંમત અને કરુણાની આ હૃદયસ્પર્શી વાર્તામાં, એક તબીબી ચમત્કાર સાથે, ચંદીગઢથી શ્રીમતી બલજીત કૌર, ગંભીર તબક્કામાં ઝાયડસ ખાતે પહોંચ્યા. 57 વર્ષીય બલજીત કૌર કુપોષિત હોવાની સાથે લિવર અને કિડની ફેલ્યોરના અંતિમ તબક્કા સામે સંઘર્ષ કરી રહ્યાં હતા. વધુમાં તેમનું મોટું હર્નીયા ફુટવાની અણી પર હતું જેનાં કારણે તેમની પરિસ્થિતિ વધુ જટિલ હતી. દર એકાંતરે તેમને ડાયાલિસિસ કરાવવું પડતું અને વારંવાર ઓર્ગન ફેલિયોરના કોમ્પ્લીકેશન તથા જીવલેણ ઇન્ફેક્શનના કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડતું હતું. આ સઘળાં કારણોસર તેઓ અંગ પ્રત્યારોપણની તાતી જરૂરિયાત ધરાવતાં હતા.
બલજીતના સંતાનો તેમની માતાની વેદનાથી ભાંગી પડ્યા હતા, અને જો બીજો કોઇ વિકલ્પ ના મળે તો તેઓ પોતે જ તેમના અંગદાન કરવા તૈયાર હતા. આકસ્મિક રીતે ‘વિશ્વ અંગદાન દિવસ’ પર જ SOTTO તરફથી અંગ ઓફર કરવામાં આવ્યાં.
હવે આગળ ઘણા પડકારો હતા : લિવર અને કિડની બંનેનું એકસાથે પ્રત્યારોપણ કરવું એ ખૂબ જ અલગ ઇમ્યુનોસપ્રેસન-સંબંધિત ઉદ્દેશોને કારણે તકનીકી અને તબીબી અવરોધો ઊભા કરે છે. વળી, આ સર્જરી દરમયાન હેમોડાયનેમિક્સ જાળવી રાખવું પણ ખૂબ જ અઘરું હતું. સાથે સાથે સર્જીકલ સમસ્યાઓ અપાર હતી કારણ કે, દર્દીને બચાવવા માટે બંને ટ્રાન્સપ્લાન્ટ એકસાથે અને ચોક્કસ સમયમાં પૂર્ણ કરવાના હતા. આ માટે નેફ્રોલોજીસ્ટ, યુરોલોજિસ્ટ અને લિવર નિષ્ણાંતો વચ્ચેનું વ્યાપક ટીમ સંકલન અત્યંત આવશ્યક હતું.
આ તબક્કે, ઝાયડસ હોસ્પિટલની ટ્રાન્સપ્લાન્ટ ટીમે અહીં ખરેખર પ્રશંસનીય કામગીરી કરી હતી. ટ્રાન્સપ્લાન્ટ ટીમના કુશળ ડોક્ટર્સ, ડૉ. આનંદ ખખ્ખર, ડૉ. પ્રકાશ દરજી, ડૉ. દેવાંગ પટવારી, ડૉ. અંકુર વાગડિયા, ડૉ. મીતા અગ્રવાલા, ડૉ. હિમાંશુ શર્મા, ડૉ. પ્રાર્થન જોષી, ડૉ. યશ પટેલ, અને અન્ય ડોક્ટર્સે જટિલ સર્જરી નોંધપાત્ર રીતે 8-કલાકનાં સમયગાળામાં સફળતાપૂર્વક પૂર્ણ કરી. જેમાં બંને અંગોના પ્રત્યારોપણ સાથે, હર્નીયા સર્જરીનો એમ કુલ ત્રણ સર્જરીનો સમાવેશ થાય છે. બલજીતની રિકવરી કોઈ ચમત્કારથી ઓછી ન હતી. ટ્રાન્સપ્લાન્ટના 2 અઠવાડિયા પછી તેમને રજા આપવામાં આવી હતી.
ઝાયડસને તેમની ફૂલ ટાઇમ, ઇન-હાઉસ સર્જિકલ અને લિવર ઇન્ટેન્સિવ કેર તથા એનેસ્થેસિયા ટીમમાં રહેલ વિશ્વાસ જ બાકી બધાંથી અલગ પાડે છે, જે ઓપેરશન બાદ દર્દીની સંપૂર્ણ રીતે સાજા થવાની ખાતરી કરે છે. વિવિધ ટીમોના ઉત્કૃષ્ટ સંકલન, પોતાના કાર્ય તરફ એકાગ્રતા અને તબીબી કુશળતાએ નિકટવર્તી જોખમનો સામનો કરતાં, કોઇપણ બાહ્ય મદદ વિના અત્યંત જટિલ સર્જરી સરળતા પૂર્વક હાથ ધરવાની તેમની ક્ષમતા સાબિત કરી છે. બલજીતની સર્જરી અને તેમની ઝડપી રીકવરી અન્ય દર્દીઓ માટે આવા મુશ્કેલ પ્રયાસો હાથ ધરવા અને તેમનાં જીવનને સ્વસ્થ બનાવવામાં ઝાયડસના ડોક્ટર્સ પરના વિશ્વાસ અને સમર્પણને વધુ મજબૂત બનાવ્યું છે.
આથી વિશેષ, મેડિકલ સ્ટાફને આવા જ એક બીજાં અઘરાં સંજોગોનો સામનો કરવાનો આવ્યો જ્યારે જયપુરથી આર્કિટેક્ચરનો અભ્યાસ કરતા 20 વર્ષીય વિદ્યાર્થીને એક્યુટ લિવર ફેલ્યોર સાથે ઝાયડસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. દર્દી જ્યારે અહીં પહોંચ્યા ત્યારે તેમની સ્થિતિ અત્યંત નાજુક હતી અને તેમને તાત્કાલિક વેન્ટિલેશન, અદ્યતન ડાયાલિસિસ (કન્ટીન્યુસ રીનલ રિપ્લેસમેન્ટ થેરાપી – CRRT) અને ન્યુરો મોનિટરિંગની સખત જરૂર હતી. તદ્ઉપરાંત, તેઓ બેભાન અવસ્થામાં ભારે કમળો અને કોગ્યલોપેથિક (એવી સ્થિતિ જેમાં લોહીની જામવાની ક્ષમતા ક્ષતિગ્રસ્ત થાય છે) વગેરે પરિસ્થિતિથી પીડિત હતાં. આવામાં દર્દીને તાત્કાલિક લિવર ટ્રાન્સપ્લાન્ટની જરુર હતી. આ સમયે, પરિવાર માટે મેચિંગ બ્લડ ગ્રુપ ડોનરની શોધ કરવી મુશ્કેલ કામ હતું.
પરંતુ એ કપરાં સમયમાં ઉત્કૃષ્ટ સફળતાના દરવાજા ત્યારે ખુલી ગયા જયારે દર્દીની 22 વર્ષીય બહેન, નિઃસ્વાર્થપણે દાન માટે આગળ વધ્યા. પરંતુ તેમનું બ્લડગ્રુપ દર્દી સાથે મેચ નહોતુ થતુ.
પરંપરાગત રીતે આ સંજોગોમાં, જેમાં બ્લડગ્રુપ મેચ ના થાય (ABO Incompatible) એવી લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીમાં વ્યાપક તૈયારીની જરૂર પડે છે અને ઘણી વખત અસફળ પરિણામો પણ આપે છે. જો કે, ઝાયડસની ટીમે, દર્દીના પરિવાર સાથે મળીને, એક નવીન પ્રોટોકોલ ઘડી કાઢ્યો જેણે પરંપરાગત Rituximab અને Plasma બદલવાની લાંબી સારવારની જરૂરિયાતને દૂર કરી હતી. સામાન્ય રીતે, આ પ્રક્રિયાને સુસંગત બનાવવા માટે 3-4 અઠવાડિયાની જરૂર પડે છે, પરંતુ તાત્કાલિક ઉકેલની જરૂર જણાતા સમગ્ર ટીમે સામૂહિક રીતે ડૉ. આનંદ ખાખર, ડૉ. અંકુર વાગડિયા, ડૉ. હિમાંશુ શર્મા અને ડૉ. યશ પટેલની ટીમે કપરા કાર્યને પૂર્ણ કરવા માટે તૈયારી કરી. દર્દીના આગમનના 24 કલાકની અંદર ગુજરાતમાં સૌપ્રથમ વાર એવી એક્યુટ લિવર ફેલ્યોર ધરાવતાં દર્દી માટે ABO-અસંગત જીવંત દાતા દ્વારા લિવર ટ્રાન્સપ્લાન્ટેશન (ABO – Incompatible Living Donor Liver Transplant) પૂર્ણ કરવામાં આવ્યું. દર્દીને સર્જરીના 18 દિવસ પછી રજા આપવામાં આવી, જ્યારે દાતાને માત્ર એક અઠવાડિયાની અંદર જ રજા આપવામાં આવી હતી.
ઝાયડસની આ હરણફાળ એક્યુટ લિવર ફેલ્યોર અને જટિલ મલ્ટી-ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાતવાળા દર્દીઓની સારવાર માટે એક નવી આશાનો સૂરજ છે. જે આગળ જતાં તેના પર નોંધપાત્ર સુધારો કરશે. આ બંને દર્દીઓના ઝડપી સ્વસ્થ થવાની આ અવિશ્વસનીય સિધ્ધીથી ભવિષ્યમાં આ પ્રકારનાં પ્રતિકૂળ પ્રયાસો હાથ ધરવા અને દર્દીઓના જીવનને વધુ ઉન્નત બનાવવા ઝાયડસના ડોક્ટર્સ સંપૂર્ણ શ્રદ્ધા અને સમર્પણ સાથે કટિબદ્ધ છે.
ડો. આનંદ ખખ્ખર, સિનિયર કન્સલ્ટન્ટ – HPB અને લિવર ટ્રાન્સપ્લાન્ટ, જણાવે છે કે, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ દર્દીઓને નવું જીવન આપે છે. આપણા અંગદાનનું મહત્વ તો આપણી સંસ્કૃતિ, ધર્મ અને મૂળ વ્યવસ્થામાં છે. ભવિષ્યમાં, અમે પેન્ક્રિયાસ અને ઇન્ટેસ્ટીનલ ટ્રાન્સપ્લાન્ટ પણ ઇન-હાઉસ જ પૂર્ણ કરવાનો ઇરાદો ધરાવીએ છીએ. ઝાયડસ ખાતે, અમે શ્રેષ્ઠતા માટે લક્ષ્ય રાખ્યું છે. અમે અમારા દર્દીઓને સર્વોચ્ચ ગુણવત્તાયુક્ત વ્યાપક આરોગ્યસંભાળ પ્રદાન કરવા માટે નિરંતર તમામ પ્રયાસ કરતાં રહીશું.
ડો. પ્રકાશ દરજી, સિનિયર કન્સલ્ટન્ટ – નેફરોલોજી એન્ડ રીનલ ટ્રાન્સપ્લાન્ટ અહીં ઉમેરે છે, “માત્ર કિડની ટ્રાન્સપ્લાન્ટના કિસ્સામાં અંગ અસ્વીકારનું જોખમ ઊંચું હોવાથી તેમને વધુ Immunosuppressantsની જરૂર હોય છે પરંતુ તેની સરખામણીમાં એકસાથે લિવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટના કિસ્સામાં, Immunosuppressantsની જરૂરિયાત ઓછી હોય છે કારણ કે, એક જ દાતા પાસેથી ટ્રાન્સપ્લાન્ટ કરેલ લિવર, કિડનીના અસ્વીકાર સામે રક્ષણ આપે છે. જે ભવિષ્યમાં એક સાથે અન્ય અંગ પ્રત્યારોપણ કરવાની સંભાવના પણ વધારે છે.”
સિનિયર કન્સલ્ટન્ટ – નેફરોલોજી એન્ડ રીનલ ટ્રાન્સપ્લાન્ટ, ડો. દેવાંગ પટવારી કહે છે કે, “ગંભીર સિરોસિસવાળા દર્દીઓમાં એક્યુટ કિડની ઇન્જરી (AKI)નું ઊંચું જોખમ હોય છે, અને તેઓને ક્રોનિક કિડની ડિસીઝ (CKD) થવાની સંભાવના અનેક ગણી વધારે હોય છે. આ દર્દીઓ માટે એકલા લિવર ટ્રાન્સપ્લાન્ટેશનની તુલનામાં એક સાથે લિવર-કિડની ટ્રાન્સપ્લાન્ટેશન (SLKT) કરવું વધુ સલાહભર્યું છે.”
ડો. અંકુર વાગડિયા, કન્સલ્ટન્ટ – HPB અને લિવર ટ્રાન્સપ્લાન્ટ, જણાવે છે કે, “કોઇપણ સફળ અંગ પ્રત્યારોપણ ત્યારે જ શક્ય બને જયારે તે માટે જીવંત અથવા બ્રેઇન ડેડ દાતા તરફથી અંગ દાન કરવામાં આવે. એક્યુટ લિવર ફેલ્યોર અને SLKT જેવા તાત્કાલિક સંજોગોમાં શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે યોગ્ય દાતાની પસંદગી કરવી જરૂરી છે. કોરોના રોગચાળાને પગલે ગુજરાતમાં અંગદાન અંગેની જાગૃતિ વધી છે, જેનાથી આપણે વધુ ડ્યુઅલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ છીએ.”
ડો. મીતા અગ્રવાલા, સિનિયર કન્સલ્ટન્ટ – એનેસ્થેસિયા, જણાવે છે કે “SLKT અને ABO Incompatible ટ્રાન્સપ્લાન્ટ ટેકનિકલ રીતે જટિલ છે. આવી સર્જરીઓ માટે શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શિસ્તબધ્ધ ટીમ સાથે અનુભવી સમર્પિત મેડિકલ સ્ટાફ ફરજિયાત છે. એનેસ્થેટીસ્ટ માટે મોટો પડકાર એ છે કે OTમાં લાંબા સમય સુધી આ ગંભીર રીતે બીમાર દર્દીઓમાં સલામતી અને સ્થિરતા સુનિશ્ચિત કરવી.”
ડો. હિમાંશુ શર્મા, કન્સલ્ટન્ટ લિવર – ICU, એ આ સંદર્ભમાં વધુ વિગતો આપતા કહ્યું કે, “અમદાવાદ ઝાયડસ હોસ્પિટલ ખાતે, અમે લિવર અને મલ્ટિ-ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનમાં અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે. અમારા ઇન-હાઉસ નિષ્ણાંતો અને વિશ્વકક્ષાની શ્રેષ્ઠ સાધનસંપન્ન સુવિધાઓ કઠિન અવરોધોને દૂર કરી ગંભીર રીતે બીમાર દર્દીઓને આશા આપે છે. અમે હેલ્થકેરમાં નવા ધોરણો સ્થાપિત કરી લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યા છીએ.”
Photography by Jayesh Vora