Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

જોબ સીકર્સ નહીં પરંતુ જોબ ક્રીએટર્સ બનો, આ વિચાર સાથે શરુ કરાયેલું ડિજિટલ “ન્યુઝરીચ” સ્ટાર્ટઅપ હજારો લોકોની રોજગારીનું માધ્યમ બન્યું

“ન્યૂઝરીચ” માર્કેટપ્લેસ મીડિયા હાઉસ અને કોન્ટેન્ટ ક્રિએટર્સ વચ્ચે સર્જાયેલા ગેપને દૂર કરવામાં પણ ખૂબ જ સફળ સાબિત નિવડ્યું છે.

આ કંપનીને અનેક ક્રેડિબલ ઇન્વેસ્ટર્સના સપોર્ટથી આજે દેશભરમાં નામના મેળવી છે.

ન્યુઝરીચ “ફોર્બ્સ-30ની અંડર 30” એશિયાની યાદીમાં નામના ધરાવે છે.

ગુજરાતમાંથી નિકળેલા સ્ટાર્ટઅપ કે બિઝનેસ ક્ષેત્રના આઈડીયા દેશ અને દુનિયાનું પ્લેટફોર્મ બનતા વાર નથી લાગતી. ભારત સરકારના સ્કિલ ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા કન્સેપ્ટને સાકર કરતું અમદાવાદનું મીડિયા ક્ષેત્રનું નવું ડિજિટલ સ્ટાર્ટઅપ “ન્યૂઝરીચ” (News Reach) માર્કેટપ્લેસ સફળતાની ઉડાન ભરી રહ્યું છે. બહું ટૂંકા સમયગાળામાં રોજગારી ક્ષેત્રે આ પ્લેટફોર્મે નવી દિશાનો માર્ગે ચિંધ્યો છે. કેમ કે, “ન્યૂઝરીચ” થકી દેશભરના સ્કીલબેઝ કોન્ટેન્ટ ક્રિએટર્સ આ પ્લેટફોર્મ પરથી રોજગારી મેળવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ આ પ્લેટફોર્મની મજાની વાત તો એ પણ છે કે, “ન્યૂઝરીચ” માર્કેટ પ્લેસ પબ્લિસર્સ માટે પણ પ્રથમ અને અંતિમ સરનામું બન્યું છે. હાલના સમયમાં મીડિયા ક્ષેત્ર અનેક પડકારોનો સામનો પબ્લિશર્સને કરવો પડતો હોય છે તેવામાં ડિજિટાઈઝેશનના જમાનામાં પબ્લિશરોને ડિજિટલી ઓન બોર્ડ કરાવવામાં આવી રહ્યા છે. અફવાઓ, રાજનૈતિક ગેર સમજ, પ્લેગરીઝમથી દૂર હટી એક ક્લિકથી ક્વોલિટી કોન્ટેન્ટ સાથેના સમાચારો મેળવવા દેશભરના પબ્લિશર્સને ખૂબ જ સરળતાથી મળી રહી છે.

“ન્યૂઝરીચ” માર્કેટપ્લેસ મીડિયા હાઉસ અને કોન્ટેન્ટ ક્રિએટર્સ વચ્ચે સર્જાયેલા ગેપને દૂર કરવામાં પણ ખૂબ જ સફળ સાબિત નિવડ્યું છે. એક મહત્વની ડીજીટલ ભૂમિકા દેશભરમાં પ્રથમ વખત હાંસલ કરી છે. આ પ્લેટફોર્મ પર ડિજિટલી કોન્ટેન્ટ ક્રિએટર્સ પોતાના કોન્ટેન્ટ આર્ટિકલ્સ, વીડિયો અલગ-અલગ કેટેગરીમાં લાઇસન્સ કરાવી શકે છે જ્યારે પબ્લિશર્સ ઓરીજનલ કન્ટેન્ટ અહીંથી પરચેઝ કરી શકે છે. આ કન્સેપ્ટ પહેલા લોકો કદાચ વિચારતા પણ નહીં હોય જે વિચારને સાકાર અને સફળ “ન્યૂઝરીચ” એ બનાવી દેશ અને દુનિયા સમક્ષ મૂક્યો છે.

પ્રથમ વિચારથી સફળતાની બૂલંદીઓ સર કરી રહેલી આ મીડિયા ટેક સ્ટાર્ટઅપ કંપની ન્યૂઝરીચે નવા આયામો સર કર્યા છે. સ્થાનીય પ્રકાશકોને મદદ કરવાના હેતુથી લોકલ ન્યૂઝ કોમ્યુનિટીના માધ્યમથી દેશભરના હજારો નાના અને મધ્યમ સ્તર પબ્લિશરો કે જે ડિજિટલ વર્લ્ડમાં આગળ વધવા માંગે છે તેમને સશક્ત અને મજબૂત કરવા માટે 1 કરોડની નાણાકીય સહાય અને ટેકનિકલ મદદ પૂરી કરવાના હેતુથી તબબક્કાવાર 10 જેટલા કોહોર્ટ કરવા જઈ રહી છે. 26 જેટલા ગુજરાતી ભાષાના લોકલ પબ્લિશર્સને મદદ પૂરી પાડવામાં આવી હતી. આજે પ્રથમ તબક્કાની શરૂઆત પોતાના હોમ ગ્રાઉન્ડ ગુજરાતથી “ન્યૂઝરીચે” કરી છે.

અમદાવાદમાં “CIIE.CO” ખાતે આ સફળ ઈવેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં ચીફ ગેસ્ટ તરીકે શ્રી મહેશા લાંગા આસિસ્ટન્ટ એડિટર “ધ હિન્દુ” તેમજ ગેસ્ટ ઓફ ઓનર તરીકે શ્રી હિરેન શાહ, એમડી વર્ટોઝ એડવર્ટાઈઝિંગ લિમિટેડ, શ્રી પ્રણય શાહ, એમ.ડી. ખૂશી એડવર્ટાઈઝીંગ સહીતના અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. આજના જમાનામાં ડિજિટલ ક્ષેત્રે મજબૂતાઈથી આગળ વધવા માટે કન્ટેન્ટ ક્રીએટર્સ અને પબ્લિશર્સ “ન્યૂઝરીચ” આ રીતે પ્રોત્સાહિત પણ કરી રહ્યું છે. આ પ્રોગ્રામને “Oહો ગુજરાતી”, “પ્રીમિયમ ગુજરાતી કન્ટેન્ટ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ” અને “સુપર સિટી લાઈફસ્ટાલ”, “મહિલા ગૃહ ઉદ્યોગ”, “વર્ટોઝ એડવર્ટાઈઝિંગ”, “ટેરાફૂડ કંપની”નો અદભૂત સપોર્ટ સ્પોન્સર તરીકે મળ્યો છે.

આ કંપનીને અનેક ક્રેડિબલ ઇન્વેસ્ટર્સના સપોર્ટથી આજે દેશભરમાં નામના મેળવી છે. સાથે જ ન્યુઝરીચ “ફોર્બ્સ-30ની અંડર 30” એશિયાની યાદીમાં નામના ધરાવે છે, દર્શન શાહ “ન્યૂઝરીચ”ના કો-ફાઉન્ડર છે તેમજ તેમના પત્ની સોનિયા કુંદનાની શાહ પણ “ન્યૂઝરીચ”ના કો-ફાઉન્ડર છે. ગુજરાતમાં મહિલાઓ પણ બિઝનેશ ક્ષેત્રે નવી સિદ્ધિઓ હાંસલ કરી રહી છે. જેમાં સોનિયા કુંદનાની શાહ ખરા અર્થમા સફળ સાબિત થયા છે.

આ અંગે વાત કરતા ન્યૂઝરીચના સીઈઓ અને કો-ફાઉન્ડર શ્રી દર્શન શાહે કહ્યું હતું કે, હંમેશા જોબ સીકર્સ નહીં પરંતુ જોબ ક્રીએટર્સ બનો. આ કન્સેપ્ટને અનુસરીને “ન્યૂઝરીચ” પ્લેટફોર્મ ઉભું કરવાનો વિચાર આવ્યો. જ્યાં હું હંમેશાથી એવું પ્લેટફોર્મ ઈચ્છતો હતો કે, જે પ્રથમ હોય, ક્રાંતિકારી હોય અને જેના થકી એક સાથે અનેક લોકોને રોજગારી પૂરી પાડી શકાય. જેમાં “ન્યૂઝરીચ” ખરા અર્થમાં સક્સેસફૂલ સાબિત થયું છે પરંતુ આ સફર આટલાથી જ અટકશે નહીં પરંતુ ભારત પછી દુનિયા ભરમાં કઈ રીતે લઈ જવું તેના માટેના પ્રયત્નો ચાલું છે.

“ન્યૂઝરીચ” વિશે :

“ન્યૂઝરીચ” કંપનીની શરૂઆત 2018થી થઇ છે અને દેશભરના હજારો પત્રકાર, જર્નલિસ્ટ અને મીડિયા પબ્લિશર્સને આગળ વધારવા માટે અને તેમના પ્લેટફોર્મને ડિજિટાઇઝ અને મોનીટાઈઝ કરવા માટે કાર્યરત છે. આ ઉપરાંત જે લોકો મીડિયા ક્ષેત્રે યોગદાન આપી રહ્યા છે અને તેમની સાથે જોડાઈને તેમને પ્રોત્સાહિત કરવા માટે કંપની મદદ કરી રહી છે. આ કંપનીના સીઈઓ અને કો. ફાઉન્ડર દર્શન શાહે ડિજિટલ મીડિયા ક્ષેત્રે રોજગારીની નવી તકો ઉભી કરવા માટે પોતાના એક આઈડિયા થકી એક મોટો બદલાવ લાવવાનો પ્રયાસ કર્યો છે તે આજે ખૂબ જ સફળ રહ્યો છે. આ કંપનીએ અનેક ક્રેડિબલ ઇન્વેસ્ટરોના સપોર્ટથી આજે દેશભરમાં નામના મેળવી છે સાથે જ “ફોર્બ્સ-30 અંડર 30 એશિયા”ની યાદીમાં સામેલ થયેલા દર્શન શાહ અને તેમના પત્ની અને કંપનીના કો ફાઉન્ડર સોનિયા કુંદનાની શાહ એ રોજગારીનો એક નવો અવસર ઉભો કર્યો છે. આ સ્ટાર્ટઅપ દેશમાં પ્રથમ છે જે ઈન્ટરનેશનલ કક્ષાએ પણ આગામી સમયમાં જવાનું વિઝન ધરાવે છે.

2 COMMENTS

  1. Hello there, just became aware of your blog through Google, and found that it is truly informative.
    I’m gonna watch out for brussels. I will be grateful if you continue this in future.
    Numerous people will be benefited from your writing.
    Cheers!

  2. Magnificent goods from you, man. I’ve keep in mind your stuff prior to and you are just extremely
    magnificent. I actually like what you have acquired here, really like what you
    are stating and the best way during which you assert
    it. You are making it entertaining and you continue to care for to stay it sensible.
    I cant wait to learn much more from you. This is really a tremendous website.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *