અમદાવાદ,તા.૧૨
દર વર્ષે ૧૨ મે, નર્સિંગના પાયોનિયર ફ્લોરેન્સ નાઇન્ટીગલની યાદમાં આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસ તરીકે
ઉજવવામાં આવે છે. નર્સોના કાર્યને બિરદાવવા અને નર્સિંગ વ્યવસાયને આદર મળે એ આ દિવસનો મુખ્ય હેતુ
છે.
નર્સ બહેનોનો ઉત્સાહ વધારવા માટે જીસીએસ (GCS) હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય નર્સિસ દિવસની ઉજવણી કરવામાં
આવી હતી. રાતદિન ખડેપગે ફરજ બજાવીને પોતાના કામને પ્રાધાન્ય આપતી નર્સોને ફુલોથી વધાવી સન્માન
કરાયું હતું તેમજ નર્સોએ વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓ દ્વારા આ ખાસ દિવસની ઉજવણી કરી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલના રજીસ્ટ્રાર, ડેપ્યુટી રજીસ્ટ્રાર ઉપરાંત જીસીએસ હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ ટીમના સભ્યોએ હાજરી આપી હતી. જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત 1000-બેડની મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ છે જ્યાં 350થી વધારે નર્સો દર્દીઓની સેવા અને સારવારમાં કાર્યરત છે.