અમદાવાદ,તા.19
દર 19મી નવેમ્બરને “ઇન્ટરનેશનલ મેન ડે” તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે અલગ અલગ થીમ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે “ઇન્ટરનેશનલ મેન ડે”ની થીમ “પુરુષો અને સ્ત્રીઓ વચ્ચેના વધુ સારા સંબંધો” છે. જીસીએસ હોસ્પિટલમાં પણ તેની ઉજવણી કરવામાં આવી હતી અને તેમના દ્વારા વિશ્વ, તેમના પરિવારો અને દેશ માટે લાવતા હકારાત્મક મૂલ્યની ઉજવણી કરી સન્માન કરવા જીસીએસ હોસ્પિટલના દરેક પુરુષ કર્મચારીને ખાસ પ્રોત્સાહન કાર્ડ આપવામાં આવ્યું હતું.
જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત (પ્રિ-એન્ટ્રી લેવલ) 1000-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.