સાયબર ક્રાઈમ પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા
જામનગર,
જામનગરમાં ક્રિપ્ટો કરન્સીના નામે છેતરપિંડી કરનારા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ફેસબુક પર ઓળખાણ કરીને વેપારી સાથે છેતરપિંડી કરી છે. આ ફ્રોડ ડોલરમાં ટ્રાન્સફર કરાવવાના નામે કરવામાં આવ્યું છે. કુલ રૂ. ૪.૯૫ લાખની છેતરપીંડીની ફરીયાદ નોંધાઈ હતી.
સ્કેમર્સે અંદાજે ૫ લાખ રૂપિયા સેરવી લીધા હતા. તેઓએ ટેકનીકલ ઈસ્યુ બતાવીને પૈસા ટ્રાન્સફર કર્યા ન હતા. ત્યારબાદ ફોન ન લાગતા સાયબર ક્રાઈમને ફરીયાદ મળી હતી અને ફરીયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. સાયબર ક્રાઈમ પોલીસે ત્રણ આરોપીને પકડી કાર્યવાહી શરૂ કરી છે. હાલમાં તો પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને જાણવાનો પ્રયાસ કરશે કે, આ પહેલા અન્ય કોઈ વેપારી સાથે છેતરપિંડી કરી છે કે કેમ.