આજકાલ દરેક વ્યક્તિ પોતાની નાની નાની જરૂરિયાતો પૂરી કરવા માટે ઓનલાઈન શોપિંગ (Online Shopping) કરવાનું પસંદ કરે છે
Digital Payment System in India : આજકાલ દરેક વ્યક્તિ પોતાની નાની નાની જરૂરિયાતો પૂરી કરવા માટે ઓનલાઈન શોપિંગ (Online Shopping) કરવાનું પસંદ કરે છે. હવે કોઈપણ વસ્તુ, ખાદ્ય પદાર્થો, કપડાં, ઘરની રસોડાની વસ્તુઓ, મોબાઈલ ફોન કે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ, પુસ્તકો, બધું જ હવે તમને ઓનલાઈન ઉપલબ્ધ છે. તેના માટે દેશના ઘણા ઈ-કોમર્સ પ્લેટફોર્મ (e-commerce Platform) તમને આવી સુવિધા આપી રહ્યા છે. પરંતુ તેમની પાસેથી સામાન ખરીદવા માટે તમારે ડિજિટલ પેમેન્ટ (Digital Payment) કરવું પડશે. જો તમને આ સર્વિસ ચાર્જ વિશે પ્રશ્નો હોય, તો આ સમાચાર તમારા કામના છે.
શું છે સર્વિસ ચાર્જ
સર્વિસ ચાર્જ (Service Charge) એ એક જાતની ફી છે જે ગ્રાહકો ડિજિટલ સેવા (Digital Service) પ્રદાતાઓને તેમના દ્વારા ઓફર કરવામાં આવતી સેવા અથવા સુવિધા માટે ચૂકવે છે, જે વીજળી (Electricity), બ્રોડબેન્ડ (Broadband), રેલવે ટિકિટ (Railway Ticket) અથવા એર ટિકિટ ચુકવણી (Air Ticket Payment) માટે હોઈ શકે છે.
IRCTC 10 ટકા વસૂલ કરી રહી છે ફી
તમને જણાવી દઈએ કે રેલવે મંત્રાલય હેઠળની રેલવે ટિકિટ વેબસાઈટ આઈઆરસીટીસી (IRCTC) 10 ટકા સુધીની સુવિધા ફી વસૂલ કરી રહી છે. આ પ્રકારનો ચાર્જ ઓનલાઈન મૂવી ટિકિટ (Movie Tickets Online) બુક કરાવવા, રાજ્ય સરકારની વેબસાઈટ પર સફારી અથવા શાળાની ફીની ચુકવણી કરવા માટે લગાવવામાં આવી રહ્યો છે. ક્રેડિટ કાર્ડ (Credit Card) નો ઉપયોગ કરતા વપરાશકર્તાએ બેંકો અને નેટવર્ક પ્રદાતાઓ દ્વારા વેપારીઓ પર લાદવામાં આવતા વધારાના શુલ્ક ચૂકવવા પડે છે જે બદલામાં તેને ઉપભોક્તા સુધી પહોંચાડે છે.
કોરોનાકાળમાં ખરીદારી વધી
ભારતમાં કોરોના મહામારી (Corona Pandemic) દરમિયાન ઓનલાઈન શોપિંગ (Online Shoping) ને ઘણું પ્રોત્સાહન મળ્યું છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે વિવિધ સર્વિસ પ્રોવાઈડર્સ દ્વારા વસૂલવામાં આવતા ઊંચા સુવિધા ચાર્જની એક સામાન્ય ફરિયાદ સામે આવી છે.