આ મજૂર માટે ઇનકમ ટેક્સની નોટિસ એવી હતી, જાણે વરસાદમાં પૂર આવ્યો હોય.
ખગડિયા,
છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા વ્યક્તિની આવક શું હશે ? ૨૦૦, ૫૦૦ અથવા વધુમાં વધુ હજાર રૂપિયા. જાે કે, બિહારના ખગડિયામાં છૂટક મજૂરી કરનાર વ્યક્તિને આવકવેરા (Income Tax) વિભાગે ૩૭.૫ લાખ રૂપિયા બાકી ચૂકવવા નોટિસ પાઠવી છે. આ મજૂર માટે ઇનકમ ટેક્સની નોટિસ એવી હતી, જાણે વરસાદમાં પૂર આવ્યો હોય. રોજ લગભગ ૫૦૦ રૂપિયા કમાણી કરનાર ખગડિયા જિલ્લાના મઘોના ગામના રહેવાસી ગિરીશ યાદવે આ અંગે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.
અલૌલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પુરેન્દ્ર કુમારે જણાવ્યું કે, અમે કેસ દાખલ કર્યો છે અને ગિરીશ યાદવ દ્વારા શેર કરવામાં આવેલી માહિતીના આધારે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક રીતે, આ મામલો છેતરપિંડીનો લાગે છે. તેમણે જણાવ્યું કે, ફરિયાદીને તેના નામ પર ઇશ્યૂ થયેલા પેન નંબરના આધારે નોટિસ મળી છે. તેમણે કહ્યું કે, ગિરીશના જણાવ્યા અનુસાર તે દિલ્હીમાં રહીને મજૂરી કામ કરે છે. અહીં તેણે એક પછી એક એજન્ટ દ્વારા પેન કાર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે, તે બાદ ગિરીશની એજન્ટ સાથે ક્યારેય મુલાકાત થઇ નથી. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જનું કહેવું છે કે, ઇનકમ ટેક્સ દ્વારા આપવામાં આવેલી નોટિસમાં ગિરીશને રાજસ્થાન સ્થિત એક કંપની સાથે જાેડાયેલ હોવાની વાત કહેવામાં આવી છે. પરંતુ ગિરીશનું કહેવું છે કે તે ક્યારેય રાજસ્થાન ગયો નથી.