Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

ચોર બાથરૂમમાંથી ઘરમાં પ્રવેશી રૂ. ૯.૫૦ લાખ ચોરી ગયો

અમદાવાદ,
શહેરના દાણીલીમડા વિસ્તારમાં ગેસ એજન્સી અને રેશનિંગનું કામ કરતા વ્યક્તિના ઘરમાં ચોર બાથરૂમમાંથી પ્રવેશીને ૯ લાખથી વધુની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. વેપારી અને તેમનો પરિવાર એક સપ્તાહ માટે ગોવા ફરવા ગયો હતો. જે દરમિયાન તેમના ઘરમાં ચોરી થઈ હતી. આ અંગે દાણીલીમડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, દાણીલીમડામાં રહેતા રિયાજખાન ગુલાબખાન પઠાણએ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ આ જગ્યાએ પરિવાર સાથે રહે છે. જેમાં નીચેના માળે તેના પિતા જ્યારે વચ્ચે પોતે અને ઉપરના માળ પર તેમનો નાનો ભાઈ રહે છે. તાજેતરમાં ૧૧ મી સપ્ટેબરના રોજ તેઓ પરિવાર સાથે ગોવા ફરવા ગયા હતા. ઘરને તાળું માર્યું હતું. તેઓ ૧૬મી તારીખે પરત આવીને ઘરમાં જતા ઘરમાં વેપારના પડેલા ૯.૫૦ લાખ રૂપિયા ગાયબ હતા. બેડરૂમની તિજાેરી તૂટેલી હતી. તેમણે વધુ તપાસ કરતા ઘરમાંથી બાથરૂમમાંથી કોઈએ પ્રવેશ કરીને બેડરૂમની તિજાેરીમાંથી વેપારના મુકેલ ૯.૫૦ લાખ રૂપિયા ચોરી કરી ફરાર થઈ ગયા છે.

હાલ આ બનાવમાં પોલીસ કોઈ વ્યક્તિને અહીંયા રૂપિયા પડ્યા છે તેની માહિતી હોવાની શંકાના આધારે તપાસ કરી રહી છે. બીજી તરફ FSL અને અન્ય સંયોગિક પુરાવા મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. અમદાવાદનો પરિવાર ગોવા ફરવા ગયો અને ચોર બાથરૂમમાંથી ઘરમાં ઘૂસ્યો, સાડા નવ લાખની ચોરી કરી પલાયન થયો.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *