પૈસા પૈસા કરનારી મહિલાઓ ફક્ત પૈસાને પ્રેમ કરતી હોય છે, પછી તમે ભલે ગમે તેટલો સાચો પ્રેમ કરતાં હોય
અનેક મહિલાઓ એવી હોય છે જે મોટાભાગે ફરિયાદ કરતી રહે છે કે, તેઓ જીવનમાં ખુશ નથી. તેમાંથી કેટલીક મહિલાઓનું જીવન તો સાચે જ કષ્ટભરી પરિસ્થિતિમાં પસાર થતું હોય છે તો કેટલાક પોતે હાથે કરીને હેરાન થતા જોવા મળે છે. હકીકતમાં કેટલીક મહિલાઓના સ્વભાવમાં એવી વસ્તુઓ હોય છે જે તેમને પોતે તો ખુશ નથી રહેવા દેતી પણ આજુબાજુવાળાને પણ ખુશ થતા રોકતી હોય છે. આ જ કારણ છે કે, પછી ભલે કોઈ પોતાનું કાળજું ધરી દે તો પણ તે મહિલાઓ જીવનમાં ખુશીનો અનુભવ લઈ શકતી નથી.
આવી મહિલાઓ વિશે ખાસ જાણો…
પૈસા પૈસા કરનારી મહિલાઓ ફક્ત પૈસાને પ્રેમ કરતી હોય છે. તેમની સામે ભલે ગમે તેટલો સાચો પ્રેમ કે, ભાવનાઓ ધરો પણ તેઓ બધાને પૈસાની સાથે જ સરખાવશે. આવી મહિલાઓને મિત્રથી લઈને પતિ એવા જાેઈએ કે, જે પૈસાદાર હોય જેથી કરીને તેમનો રૂતબો વધે અને બધી ઈચ્છાઓ પૂરી થાય. જાે તેમાંથી કોઈનો કપરો સમય શરૂ થાય તો આવી મહિલાઓને પાટલી બદલતા પણ વાર લાગતી નથી.
ઘમંડ જાે વ્યક્તિની રગે રગમાં હોય તો પછી સામે ભલે ભગવાન પોતે પણ આવીને ઊભા રહે તો પણ તેઓ તે વ્યક્તિને ખરાબ જ લાગશે. ઘમંડ ભરેલી મહિલાઓ બધાને પોતાનાથી કમ આંકતી હોય છે અને આ તેમને માનવીય ભાવનાઓથી દૂર લઈ જાય છે. બીજાને નાના સમજનારી મહિલાઓ ક્યારેક જીવનમાં ખુશ રહી શકતી નથી. આવી મહિલાઓની ફિતરતમાં જ અફેર કરવાનું હોય છે. આવી મહિલા સાથે જાે લગ્ન થઈ જાય તો પણ તેનું દિલ કોઈને કોઈ ઉપર તો આવી જ જતું હોય છે. જ્યારે આવું થાય તો આ મહિલાઓ થોડા પળની ખુશી માટે પોતાનું સારું એવું લગ્નજીવન પણ દાવ પર લગાવી દેતા ખચકાતી નથી.
મનમાં જાે ઈર્ષાનો ભાવ હોય તો બધુ કડવાહટથી ભરેલું જ જાેવા મળતું હોય છે. ઈર્ષાળું મહિલાઓ ક્યારેય કોઈને ખુશ કે, સફળતાની સિડી ચડતા જાેઈ શકતી નથી. તેમનું આખું જીવન બીજાને નીચા દેખાડવામાં કે, તેમના વિરુદ્ધ વાતો કરવામાં અથવા તો કાવતરાં ઘડવામાં જાય છે. જ્યારે આખું જીવન બસ આ જ કરતા હોય તો પછી ખુશી ક્યાંથી રહે….