૧૦ જૂનથી નવા ભાવ વધારાનો અમલ થશે.
એક કિ.મી.નું મિનિમમ ભાડું ૧૮થી વધારીને ૨૦ રૂપિયા કરાયું છે.
અમદાવાદ, તા.૦૮
ગુજરાતમાં મધ્યમ વર્ગના લોકો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે રીક્ષા ચાલકોની માંગ સ્વીકારી છે. જેને પગલે હવે રીક્ષામાં મુસાફરી કરવી મોંઘી થઈ જશે. ગુજરાત સરકારના મંત્રી પૂર્ણેશ મોદીએ નિવેદન આપ્યું છે. કે, રીક્ષા ચાલકોના યુનિયનો સાથે વાટાઘાટો પૂરી થઈ છે. એક કિ.મી.નું મિનિમમ ભાડું ૧૮થી વધારીને ૨૦ રૂપિયા કરાયું છે. ૧૦ જૂનથી નવા ભાવ વધારાનો અમલ થશે.
મિનિમમ ભાડું વધારતા હવે રીક્ષામાં મુસાફરી કરતાં લોકોને વધુ ભાડું ચુકવવું પડશે. પહેલા ૩ કિલો મીટરના ૪૪ રૂપિયા થતા હતા. હવે તેમાં વધારો કરીને ૫૦ રૂપિયા થઈ ગયા છે. સરકારે પહેલા કિ.મી. ૧૮થી વધારીને ૨૦ રૂપિયા કર્યા છે. એક કિ.મી. પછી ૧૩ રૂપિયા હતા, જેમાં બે રૂપિયા વધારતાં ૧૫ રૂપિયા કરાયા છે. આમ, તમે જાે રીક્ષામાં ૩ કિ.મી.ની મુસાફરી કરો છો, તો તમારે ૬ રૂપિયા વધારે ચૂકવવા પડશે.