કોંગ્રેસના પ્રવક્તા કૈલાશ ગઢવી રવિવારે ઇસુદાન ગઢવીની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે
ગુજરાત કોંગ્રેસને વિધાનસભા ચૂંટણી પહેલા ફટકો પડ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા કૈલાશ ગઢવી રવિવારે ઇસુદાન ગઢવીની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે. કૈલાશ ગઢવીએ કોંગ્રેસમાંથી નારાજ થઇને રાજીનામુ આપ્યુ હતુ.
ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતાએ નારાજ થઇને પાર્ટી છોડી દીધી છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા કૈલાશ ગઢવીએ ટ્વીટર પર પાર્ટી સામે નારાજગી વ્યક્ત કરી હતી. કૈલાશ ગઢવીએ ટ્વીટ કરીને કહ્યુ કે, ગુજરાતમાં કોંગ્રેસ સત્તા બનાવવામાં નિષ્ફળ ગયુ છે. કોંગ્રેસથી તેમના કાર્યકર્તાઓને નુકસાન થઇ રહ્યુ છે. કૈલાશ ગઠવી ઇસુદાન ગઢવી અને પ્રદેશના અન્ય નેતાઓની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે.
ઇન્દ્રનીલ રાજ્યગુરૂ પણ આપમાં જોડાયા હતા
સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ ગણાતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ પણ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
આ સાથે જ કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
મહત્વપૂર્ણ છે કે આ વર્ષના અંતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા પછી ગુજરાતમાં પણ આપમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને એક પછી એક નેતાઓ આમ આદમી પાર્ટીનું દામન પકડી રહ્યા છે.