30થી 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદ આજે પડશે. 4 દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને દ્વારકા, પોરબંદરમાં ધોધમાર વરસાદ પડી શકે છે
ગુજરાતમાં જ્યારથી ચોમાસું બેઠું છે ત્યારથી વધુ વરસાદ દરીયાઈ વિસ્તારોની અંદર જ જોવા મળ્યો છે. તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં સાંબેલાધાર વરસાદ વિવિધ વિસ્તારોમાં પડ્યો છે. તેમાં પણ આગામી 4 દિવસમાં સમગ્ર ગુજરાતના વિવિધ વિસ્તારો જેવા કે, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને પોરબંદર, અમદાવાદ, આંણદ, સુરત, ભરૂચ, મહિસાગર, છોટાઉદેપુર, પાટણ, મહેસાણા સહીતના વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે. પરંતુ દરીયાઈ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. 30થી 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદ આજે પડશે.
4 દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને દ્વારકા, પોરબંદરમાં ધોધમાર વરસાદ પડી શકે છે ખાસ કરીને અત્યારે ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત, કચ્છ, ભાવનગરમાં તેમજ રાજકોટમાં 9 જેટલી એનડીઆરએફની ટીમો તહેનાત કરવામાં આવી છે. વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. આખા રાજ્યની અંદર વરસાદ સાર્વત્રિક જોવા મળી રહ્યો છે ત્યારે આ દરીયાઈ વિસ્તારોની અંદર કલાકોમાં વરસાદ પડી શકે છે. દરીયાકાંઠા વિસ્તારમાં ઉના, પોરબંદર, વેરાવળ, દ્વારકા 40થી 50 કિમી પવન ફૂંકાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાતા એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને તેના કારણે માછીમારોને દરીયો ખેડવાની પણ ના કહેવામાં આવી છે.
આ ઉપરાંત સુરત, દીવ જેવા પંથકો પણ વરસાદ દરીયાકાંઠા વિસ્તારમાં પડી રહ્યા છે. મહત્વનું છે કે, અમદાવાદ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં આગાહી કરાઈ છે.
આખા ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં દરીયાકાંઠા વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. 8 ઈંચ વરસાદ થતા સુત્રાપાડામાં નવા નીરની આવક થઈ છે. આ ઉપરાંત કેટલાક ગામોમાં સંપર્ક વિહોણા પણ થયા છે. અંતરીયાળ વિસ્તારોની અંદર વિજળીનો પુરવઠો પણ ખોરવાયો છે. નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યા છે. કોડીનાર-વેરાવળમાં જૂનો પુલ તૂટી ગયો છે. જેથી ટ્રાફીકની સમસ્યા પણ સર્જાઈ રહી છે. લોકો માટે વરસાદમાં આ પ્રકારની સ્થિતિ પણ સર્જાઈ છે જેના કારણે લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. રાજ્યમાં સાર્વિત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. 26 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ જોવા મળ્યો છે.