Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ધરખમ વધારો

ગાંધીનગર,
આરોગ્ય વિભાગ દ્વારા સતત કુપોષિત બાળકો ધરાવતા વિસ્તારોમાં મુલાકાત કરવામાં આવતી હોવા છતાં મહિલાઓ સમયસર આરોગ્ય વિભાગની સુવિધા લેતી નથી. જેના કારણે સતત કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, રાજ્ય સરકાર દ્વારા અનેક યોજના પાછળ વર્ષે દહાડે લાખો, કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં જવાબદાર તંત્રની ક્યાંક ઉણપને લઈ બનાસકાંઠામાં કુપોષણનું દુષણ ટળવાનું નામ લેતું નથી. જેમાં વનવાસી અને સરહદી વિસ્તાર ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં અનેક બાળકો કુપોષણમાં પીડાઈ રહ્‌યા બાળકોનો વિકાસ રુંધતી કુપોષણની બીમારી સામે બાળકોને સુરક્ષા કવચ પુરું પાડવા માટે સરકાર દ્વારા અનેક યોજના ચલાવવામાં આવે છે. તેમજ બાળકોને કુપોષિત બનાવવા માટે અન્નપ્રાશન દિવસની ઉજવણી કરવામાં આવે છે અને છ થી નવ માસના બાળકોને રાબ અને શીરો અપાય છે તેમજ આંગણવાડીઓમાં બાળકોને ગરમ નાસ્તો, ભોજન અને ફ્રુટ તેમજ દૂધ સંજીવની યોજના હેઠળ દૂધ આપવામાં આવે છે તેમજ સગર્ભા અને ધારી માતાઓને ૨૦૦ એમ.એલ. દૂધ અતિ ઓછા વજનવાળા બાળકોને ઘરે જઈ કેલેરી પ્રોટીન સભર લાડુ આપવા સહિતના અનેક પોષણક્ષમ લાભો આપવામાં આવે છે. ખાસ કરીને બનાસકાંઠાના આદિવાસી વિસ્તાર ગણાતા દાતા, અમીરગઢ વિસ્તારમાં કુપોષિત બાળકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

આરોગ્ય વિભાગ દ્વારા સતત આ વિસ્તારમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ઘટાડો થાય તે માટે વધુમાં વધુ તેમને સરકારી સહાય આપવામાં આવે છે, પરંતુ આ વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાના કારણે અને મોટાભાગની મહિલાઓ વ્યસન કરતી હોવાના કારણે સતત કુપોષિત બાળકો જન્મ લે છે તો બીજી તરફ સમયસર જન્મતાની સાથે જ આ વિસ્તારની મહિલાઓ પોતાના બાળકોને દૂધ ન આપતી હોવાના કારણે સતત કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો છે. સમગ્ર દેશમાં સૌથી સમૃદ્ધ રાજ્યમાં ગુજરાતને ગણવામાં આવે તેમ છતાં આજે પણ રાજ્યમાં છેલ્લા એક માસમાં ૬૮૪૬ કુપોષિત બાળકોનો જન્મ થાય છે. જેમાં લોહીની ઉણપ ધરાવતાં ૮૦૨ બાળકોનો જન્મ થયો છે. જેમાં પણ સૌથી વધુ બનાસકાંઠામાં ૨૩૯ બાળકોનો જન્મ થયો છે. આ સાથે લોહીની ઉણપ ધરાવતા સૌથી ઓછા બાળકો નવસારી, જામનગર, અને તાપીમાં જન્મ થયો છે. રાજ્યમાં છેલ્લા એક માસમાં ૬૮૪૬ બાળકો કુપોષિત નોંધાયા છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં હાલમાં સતત કુપોષણ બાળકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *