29 એપ્રિલથી 1 મે દરમિયાન સરદારધામ દ્વારા આયોજિત ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશનનું આયોજન કરાયું. કાર્યક્રમમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા.
ગુજરાત પોલીસે હાલના સમયમાં સૌથી વધારે ડ્રગ્સ પકડયુ છે, જે આગાઉ ક્યારે પકડાયુ ન હતું – ગૃહ મંત્રી હર્ષ સંઘવી
સુરત,
સુરતમાં રાજ્યના ગૃહમંત્રીનું મહત્વ પૂર્ણ નિવેદન સામે આવ્યું છે. તેઓએ ગુજરાત પોલીસના ભરપેટ વખાણ કર્યા છે. ગુજરાત પોલીસે પકડેલા ડ્રગ્સના રેકેટને લઈને તેઓએ અભિનંદન પણ આપ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસે હાલના સમયમાં સૌથી વધારે ડ્રગ્સ પકડયુ છે, જે આગાઉ ક્યારે પકડાયુ ન હતું. ગુજરાત પોલીસે ડ્રગ્સ માફિયાઓમાં ડર ઉભો કર્યો છે.
સુરતમાં સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર ખાતે 29 એપ્રિલથી 1મે દરમિયાન સરદારધામ દ્વારા આયોજિત ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનું ઉદ્ધાટન વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. બીજી તરફ આ કાર્યક્રમમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. તેઓએ આ એક્ઝીબીશનમાં જણાવ્યું હતું કે ગુજરાત પોલીસે હાલના સમયમાં સૌથી વધારે ડ્રગ્સ પકડયુ છે, જે આગાઉ ક્યારે પકડાયુ ન હતું.
ગુજરાત પોલીસે ડ્રગ્સ માફિયાઓમાં ડર ઉભો કર્યો છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યને સલામત બનાવવા માટે સરકાર કામગીરી કરી રહી છે. પંજાબ, મહારાષ્ટ્ર, રાજસ્થાન આ તમામ જગ્યાએથી ડ્રગ્સ પકડવાનું કામ ગુજરાતની પોલીસે કર્યું છે. ગુજરાતની બોર્ડરમાં ડ્રગ્સ ઘૂસે તે પહેલા પોલીસ તેને પકડવા તૈયાર છે. આટલા મોટા રેકેટો દેશમાં બીજા કોઈ રાજ્યએ પોતાના રાજ્યની અંદર આટલા મોટા પ્રમાણમાં સફળતા મળી નથી જેટલી ગુજરાત પોલીસને ડ્રગ્સને પકડવામાં મળી છે. ડ્રગ્સ જે લઈને આવતા હોય છે તે લોકોને લોભામણી ઓફર મળતી હોય છે. ગુજરાત પોલીસે માહિતીઓના સોર્સ ખુબ જ મોટા કર્યા છે. દરિયાના મોજાઓની વચ્ચે એટીએસની ટીમે આવી આવા રેકેટનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત પોલીસે ડ્રગ્સ માફિયાઓમાં ડર પેદા કર્યો છે. ગુજરાત પોલીસના આ તમામ જવાનોને હું અભિનંદન આપું છું.