Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

ગર્લફ્રેન્ડ સાથે Titanic પોઝ આપી રહ્યો હતો, પગ લપસતા બંન્ને પડ્યા દરિયામાં

તમને ફિલ્મ ‘ટાઈટેનિક’નો એ આઈકોનિક પોઝ યાદ હશે, જેમાં જેક અને રોઝ નામનું કપલ જહાજના એક છેડે બંને હાથ લંબાવીને ઊભા છે. ઘણીવાર લોકો આ પોઝ આપતા સમયે તેમના ફોટા ક્લિક કરે છે.

તમને ફિલ્મ ‘ટાઈટેનિક’નો એ આઈકોનિક પોઝ યાદ હશે, જેમાં જેક અને રોઝ નામનું કપલ જહાજના એક છેડે બંને હાથ લંબાવીને ઊભા છે. ઘણીવાર લોકો આ પોઝ આપતા સમયે તેમના ફોટા ક્લિક કરે છે. જ્યારે પણ લોકો દરિયામાં જહાજની સવારી કરે છે ત્યારે તેઓ ફોટો પડાવવાનું ભૂલતા નથી. તુર્કીમાં એક કપલ આવું જ કંઈક કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ તેમની સાથે એક ખરાબ અકસ્માત થયો.

ઉત્તર-પશ્ચિમ પ્રાંત કોકેલીમાં ‘ટાઈટેનિક પોઝ’ કરવાનો પ્રયાસ કરતા એક યુગલે પોતાનું સંતુલન ગુમાવ્યું અને સમુદ્રમાં પડી ગયા હતા. આ ઘટનામાં વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે તેની ગર્લફ્રેન્ડને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. 23 વર્ષીય ફુરકાન ઇફ્તસી અને તેની ગર્લફ્રેન્ડ માઇન દિનાર 16 મેની મોડી રાત્રે મરિના પોર્ટ પર માછીમારી કરી રહ્યા હતા. થોડા સમય પછી દંપતી ટાઇટેનિક પોઝ આપી રહ્યુ હતું.

દારૂના નશામાં પોઝ આપવા ગયો, પરંતુ એક ખરાબ અકસ્માત થયો

માઇન દિનારે હોસ્પિટલમાં આપેલી પોતાના નિવેદનમાં કહ્યું કે અમે દારૂ પીધો હતો અને પછી ટાઇટેનિક પોઝ લેવા માંગતા હતા. અમે ત્યાં અમારું સંતુલન ગુમાવ્યું અને દરિયામાં પડી ગયા. નજીકના લોકો સ્થળ પર પહોંચ્યા અને મહિલાને માછલી પકડવાના સળિયા વડે ખેંચીને બચાવી હતી. દીનારને બહાર કાઢ્યા બાદ તેને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. દોઢ કલાકની શોધખોળ બાદ ફુરકાનનો મૃતદેહ મળ્યો હતો.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *