અલ્ઝીરિયા,
અલ્ઝીરિયામાં રહેતી મહિલાને એક વખત પેટમાં ભયંકર દુઃખાવો ઉપડ્યો હતો. દુઃખાવો એટલો પીડાદાયક હતો કે તેઓ ડૉકટર પાસે પહોંચી ગયા. ડૉકટરે પેટમાં દુઃખાવો કયા કારણોસર થઇ રહ્યો છે તે જાણવાની કોશિશ કરી તો તેઓ દંગ રહી ગયા. ૭૩ વર્ષના મહિલાના પેટમાં કેટલાંય દાયકાથી ૭ મહિનાનું ભ્રૂણ હતું.
અકલ્પનીય વાત તો એ છે કે મહિલાને ખુદ આ વાતનો કોઇ અનુભવ કયારેય થયો નહોતો. જે મહિલાની સાથે આ અજીબોગરીબ ઘટના થઈ છે. તેમને અગાઉ પણ પેટમાં દુઃખાવો રહેતો હતો. પણ ડોક્ટર્સ તેની પાછળનું કારણ શોધી શક્યા નહોતા. મહિલાને પેટમાં વધારે દુઃખાવો થવા લાગ્યો તો ડોક્ટરે તેની તપાસ કરી અને જાણ્યું કે મહિલાના પેટમાં લગભગ ૩૫ વર્ષથી એક સાત મહિનાનો ભ્રૂણ હતું. આટલા વર્ષમાં આ ભ્રૂણ એક પથ્થર જેવું બની ગયું હતું અને ડોક્ટર્સે તેને બેબી સ્ટોનનું નામ આપ્યું છે. તેનું વજન ૪.૫ પાઉન્ડ એટલે કે ૨ કિલોગ્રામ હતું.
આ ઘટનાને ડોક્ટર્સે પણ અત્યંત દુર્લભ ગણાવી હતી. તેમણે લિથોપેડિયન નામની કંડીશન ગણાવી હતી. આના વિશે ડોક્ટર્સે કહ્યું કે, આવું ત્યારે થાય છે જ્યારે ભ્રુણનો વિકાસ ગર્ભાશયની જગ્યાએ પેટમાં થાય છે. બાળકનો સતત લોહીની અછતના લીધે વિકાસ થઇ શકયો નથી. કારણ કે પેટથી તેને બહાર કાઢવાનો કોઈ રસ્તો હોતો નથી. ત્યારે આવા સમયે ભ્રૂણ પથ્થરમાં બદલાવા લાગે છે. માતા બનવું એ કોઈ પણ મહિલા માટે એક અલગ જ અનુભવ હોય છે. માતાને દરેક ક્ષણે તેનો અહેસાસ થાય છે. જાે કે અલ્ઝીરિયામાં એક મહિલાને પોતાની અડધી જિંદગી સુધી ખબર જ ના પડી કે તેના પેટમાં એક બાળક છે. તેમને આ વાતની ૩૫ વર્ષ પછી ખબર પડી.