ગરમીની અસર બાળકોના વાળ પર પણ થાય છે. જો તમે આ રીતે કેર કરશો તો એક વાળ પણ ડેમેજ નહિં થાય.
બાળકોના સ્વાસ્થ્યની સાથે-સાથે એના વાળની પણ કેર કરવી ખૂબ જરૂરી છે. ગરમીમાં બાળકોના વાળ પણ ખરાબ થાય છે. હેર કેર કરવામાં ન આવે તો વાળ ડેમેજ થાય છે અને સાથે રફ પણ થવા લાગે છે. તો આજે જાણી લો તમે પણ ગરમીમાં બાળકોના વાળની કેર કેવી રીતે કરશો.
સારી પ્રોડક્ટસનો શેમ્પુ યુઝ કરો
બાળકોના વાળ બહુ નાજુક હોય છે. આ માટે એમના વાળ પર વધારે કેમિકલવાળી વસ્તુ લગાવશો નહિં. ઉચ્ચ પીએચ સ્તરના શેમ્પુ બાળકોના વાળને નુકસાન કરી શકે છે. આ માટે તમે 4.5 થી 5.5 પીએચ લગાવો. આ સાથે તમે હર્બલ પ્રોડક્ટસનો પણ યુઝ કરી શકો છો.
વારંવાર હેર વોશ ના કરો
ઘણા પેરેન્ટ્સ બાળકોના વાળ વારંવાર વોશ કરતા હોય છે. જો તમારી પણ આ આદત છે તો તમારે બદલવી પડશે. અઠવાડિયામાં માત્ર બે વાર શેમ્પુથી હેર વોશ કરો. તમે તમારા બાળકોના ભીના વાળમાં ક્યારેય કાંસકો ફેરવશો નહિં.
ડ્રાયરનો યુઝ ના કરો
બાળકોના વાળને નેચરલી રીતે સુકાવા દો. એમના વાળમાં ડ્રાયરનો યુઝ કરશો નહિં. ડ્રાયરથી વાળ સુકાવવાને કારણે વાળ ડેમેજ થાય છે અને શાઇની ઓછા થવા લાગે છે.
હેર ઓઇલ કરો
અનેક પેરેન્ટ્સ બાળકોના વાળ કોરાં રાખતા હોય છે. હેર ઓઇલ કરતા હોતા નથી. બાળકોના વાળમાં અઠવાડિયામાં ત્રણથી ચાર વાર હેર ઓઇલ કરવું જોઇએ. વાળમાં તેલ નાખવાથી વાળના જડમૂળમાં બ્લડ સર્કુલેશન વધે છે. જેના કારણે તમારા બાળકના વાળ જલદીથી વધવા લાગે છે અને ગ્રોથ પણ સારો થાય છે.
સારું ડાયટ
બાળકોના સ્વાસ્થ્ય માટે સારું ડાયટ હોવું ખૂબ જ જરૂરી છે. ડાયટ સારું હશે તો તમારા બાળકના વાળ આપોઆપ જ સારા થવા લાગશે. એમના ડાયટમાં વિટામિન્સ, આયરન, ઓમેગા-3 ફેટી એસિડ જેવી વસ્તુઓનો ભરપૂર ઉપયોગ કરો.